ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
29 જુન 2020
ચીની કંપનીઓ પાસેથી ફંડ લેવાના મુદ્દે સત્તાધીશ ભાજપા અને વિપક્ષ કોંગ્રેસ વચ્ચે રાજકીય ઘમાસાણ યથાવત છે. થોડાં દિવસો અગાઉ રાજીવ ગાંધી ફાઉન્ડેશનમા, સોનિયા ગાંધીએ ચીન પાસેથી ડોનેશન લીધાનો પુરાવા સહિત ભાજપે આરોપ લગાવ્યો હતો. હવે કોંગ્રેસ તરફથી PM CARES ફંડ ઉપર પ્રશ્ન ઉઠાવવામાં આવ્યા છે.
કોંગ્રેસના વરિષ્ઠ પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ પૂછ્યું કે, “ચીન સાથે દુશ્મની છતાં PM CARES ફંડમાં વડાપ્રધાન મોદીને ચીની કંપનીઓના પૈસા કેમ મળ્યાં છે? શું વિવાદાસ્પદ કંપની હુવાવે પાસેથી 7 કરોડ રૂપિયા મળ્યા નથી ? શું હુવાવેનો ચીનની પીપલ્સ લિબરેશન આર્મી સાથે સીધો સબંધ છે? શું ચીનની કંપની ટીકટૉકએ વિવાદાસ્પદ PM કેયર્સ ફંડમાં 30 કરોડ રૂપિયા ડોનેટ કર્યા છે?”
કોંગ્રેસે વધુ કંપનીના નામો આપી કહ્યું છે કે, “ પેટીએમ કે જેની 38 ટકા ભાગીદારી ચીનની છે, તેણે 100 કરોડ રૂપિયા, ઓપપોએ 1 કરોડ રૂપિયા ફંડમાં આપ્યા છે. સિંઘવીએ પૂછ્યું કે, શું વડાપ્રધાન મોદીએ PMNRFમાં પ્રાપ્ત દાનને, વિવાદાસ્પદ PM-CARES ફંડમાં ડાયવર્ટ કરી દીધુ છે અને કેટલા કરોડ રૂપિયાની રકમ ડાયવર્ટ કરવામાં આવી છે?”
આમ એકધારા પ્રશ્નોનો મારો ચલાવી સિંઘવીએ વધુમાં જણાવ્યું કે, રિપોર્ટ દર્શાવે છે કે, 20 મે 2020 સુધી ફંડને 9678 કરોડ રૂપિયા મળ્યા છે. ચોંકાવનારી વાત છે કે, ચીની સેનાએ આપણા વિસ્તારોમાં ઘુસણખોરી કરી લીધી છે, પરંતુ વડાપ્રધાને ચીની કંપનીઓ પાસેથી કોરોના ફંડમાં રૂપિયા લીધા છે..
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com