ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
13 ઓગસ્ટ 2020
ચીન અને અમેરિકા વચ્ચે સાઉથ ચાઇના સી પર તણાવ વધી રહ્યો છે. દરમિયાન ચીન કોઈપણ બહાને અમેરિકા સાથેનો તણાવ ઘટાડવા ની કોશિશ કરી રહ્યું છે. ચીને પોતાની મિલીટરી ને આદેશ આપ્યો છે કે "કોઈપણ સંજોગોમાં પહેલી ગોળી ચીની સેના તરફથી છોડવામાં નહીં આવે" કારણ કે ચીન પણ જાણી ગયું છે કે સાઉથ ચાઇના સી માં ગમે ત્યારે, અમેરિકા-ચીન વચ્ચેની સ્થિતિ સ્ફોટક બની શકે છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ચીને પોતાના પાઈલટ્સ અને નેવી ઓફિસર્સ ને ઓર્ડર આપ્યા છે કે અમેરિકા સાથે ટકરાવની સ્થિતિ ઉભી થાય તો ચીની સેના વધુમાં વધુ સંયમ રાખશે.. ચીન અને અમેરિકાના રક્ષા મંત્રીઓ વચ્ચે આ જ તણાવ ને લઇ પાછલા સપ્તાહે ફોન પર વાતચીત થઇ હતી. પરંતુ, અમેરિકાએ ચીનને બહુ ભાવ આપ્યો ન હતો.
નોંધનીય છે કે પાછલા અઠવાડિયે અમેરિકાએ પોતાના એરક્રાફ્ટ કેરિયર સાઉથ ચાઇના સી પર તેનાત કરી દીધા હતા. સાથે જ ચીનના દાવાવાળા ક્ષેત્રમાં અભ્યાસ પણ કર્યો હતો. અમેરિકાની આ તમામ ગતિવિધિઓથી ચીન ગભરાઈ ગયું છે અને આથી જ પોતાની સેનાને પ્રથમ ઘા કરવાની સ્પષ્ટ ના પાડી દીધી છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com