ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
14 ઓગસ્ટ 2020
લદાખ બોર્ડર પર તનાવ વચ્ચે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પાકિસ્તાનની મુલાકાતે જવાના છે. બંને દેશોના વેપાર અને સૈન્ય સ્તરે અનેક મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર થવાની સંભાવના છે. જિનપિંગની મુલાકાત દરમિયાન એક મહત્વપૂર્ણ બેઠક યોજાવાની સંભાવના છે, જેમાં નેપાળના વડા પ્રધાન કેપી ઓલીને પણ આમંત્રણ પાઠવવાની સંભાવના છે.
ભારતને ઘેરી લેવા ચીન- પાકિસ્તાન, નેપાળ, બાંગ્લાદેશ, શ્રીલંકા અને માલદીવ જેવા દેશોની સાંકળ બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોમાં નેપાળના વડા પ્રધાનના હિન્દુસ્તાન વિરોધી નિવેદનો જોતા લાગે છે કે નેપાળ ચીનનું પ્યાદુ બની ગયું છે. ચીન પણ તેના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ સીઇપીઇસી નેપાળ સાથે જોડવાની યોજના ધરાવે છે. જેને 'હિમાલયન કોરિડોર' કહેવાશે.
જિનપિંગની મુલાકાત દરમિયાન વેપાર, લશ્કરી અને અન્ય ક્ષેત્રોમાં કરાર થવાની સંભાવના છે. આ દરમિયાન, જિનપિંગ ઇસ્લામાબાદમાં પાકિસ્તાન-ચીનની વાર્ષિક બેઠકમાં પણ ભાગ લેશે. રાષ્ટ્રપતિ બન્યા બાદ જિનપિંગની પાકિસ્તાનની આ બીજી મુલાકાત છે. આ અગાઉ તેઓ 2015 માં ઈસ્લામાબાદની મુલાકાતે ગયા હતા. તેઓ જૂનમાં પાકિસ્તાનની મુલાકાતે આવવાના હતા, પરંતુ કોરોના સંકટને કારણે આ પ્રવાસ રદ કરવામાં આવ્યો હતો. વિસ્તૃત પ્રવાસ આગામી કેટલાક દિવસોમાં થશે અને તારીખની ઘોષણા હજુ બાકી છે
ઉલ્લેખનીય છે કે જ્યારે ઝિનપિંગે 2015 માં પાકિસ્તાનની મુલાકાત લીધી હતી, ત્યારે બંને દેશોએ 51 કરાર કર્યા હતા. હવે જ્યારે લદ્દાખમાં તણાવ છે, જિનપિંગ પાકિસ્તાન પ્રવાસ પર જઇ રહ્યાં છે, ત્યારે ભારતની ચિંતામાં વધારો થવો સ્વાભાવિક છે. ચીન અને પાકિસ્તાન પણ પીઓકેમાં અનેક યોજનાઓનો અમલ કરી રહ્યા છે, સાથે સાથે શસ્ત્રોની આપ-લે પણ કરશે. આ ટૂરમાં પણ શી જિનપિંગ ભારતને હરાવવા માટે પાકિસ્તાનને અત્યાધુનિક શસ્ત્રો આપે એવી સંભાવનાને નકારી શકાય નહીં…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com