ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
18 જુલાઈ 2020
અયોધ્યામાં શ્રી રામના ભવ્ય મંદિરના શિલાન્યાસની તૈયારીઓ તીવ્ર થતાં જ ઉત્તર પ્રદેશની યોગી સરકારે રામનગરીને કાયાકલ્પ કરવાનું શરૂ કર્યું છે. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે સૂચિત રામ મંદિરની ભવ્યતા અનુસાર અયોધ્યાનું રંગરૂપ બદલવાની અને મુલાકાતીઓની સુવિધા માટે માળખાગત સુવિધાઓનું નેટવર્ક નાખવાની સૂચના આપી હતી. તેમણે અહીંના અધિકારીઓને કહ્યું કે, અયોધ્યા શહેરનો વિકાસ એવી રીતે થવો જોઈએ કે અહીં આવનારાઓને કોઈ તકલીફ ન પડે. રસ્તાઓ પહોળા કરાવવા જોઈએ જેથી ટ્રાફિક વ્યવસ્થા સુંવાળી રહે. સીએમ યોગીએ કહ્યું કે, અયોધ્યા શહેરના વિકાસ માટે એક્શન પ્લાન તૈયાર કરીને તમામ કામ તબક્કાવાર રીતે થવું જોઈએ.
મુખ્ય પ્રધાન આદિત્યનાથ યોગીએ અધિકારીઓને કહ્યું કે અયોધ્યા પહોંચનારા મુલાકાતીઓની સુવિધા માટે રસ્તાઓનું અસરકારક અને અવિરત નેટવર્ક તૈયાર કરવું જોઈએ. પીવાના પાણી, શૌચાલય વગેરે જેવી તમામ સુવિધાઓ રસ્તાની બંને બાજુ સુનિશ્ચિત કરવી જોઈએ. તેમજ વાહનોથી આવતા લોકોની સુવિધા માટે વિવિધ સ્થળોએ મલ્ટી લેવલ પાર્કિંગ બનાવવી જોઇએ, જેથી લોકો રસ્તા પર પાર્ક ન કરે. તેમણે કહ્યું કે બસોના પાર્કિંગ માટે મોટા બસ સ્ટેન્ડ પણ બનાવવા જોઈએ. સાથે તેમણે અધિકારીઓને નિર્દેશ આપ્યો કે, અયોધ્યામાં ભૂગર્ભ કેબલિંગની ગોઠવણ થવી જોઈએ જેથી વાયર ફરતે લટકે નહીં. તેમણે શહેરની અંદર અયોધ્યા આવતા મુલાકાતીઓને પરિવહન સુવિધા આપવા માટે ઇલેક્ટ્રિક કાર્ટ્સનું પણ કહ્યું હતું…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com