ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો.
મુંબઈ , 28 એપ્રિલ 2021.
બુધવાર ,
કોવિડ વૅક્સિનેશન ડ્રાઈવના ત્રીજા તબક્કાની શરૂઆત 1 મે થી શરૂ થવા જઈ રહી છે. આ દરમિયાન 18 વર્ષથી 44વયના લોકો કોરોના વેક્સિન લઈ શકે છે.એવી જાહેરાત કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી હતી. વૅક્સિન માટે હાલ રજિસ્ટ્રેશન શરૂ થઈ ચૂક્યું છે. કોવિડ વૅક્સિન મૂકાવા માટે બુધવારે કોવિન એપ પર રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ, પરંતુ રજિસ્ટ્રેશન શરૂ થતાં જ એપનું સર્વર ઠપ્પ થઈ ગયું છે.

વૅક્સિન માટે રજિસ્ટ્રેશનના ઑપનિંગને લઈને આરોગ્ય સેતુ એપના ટ્વીટર હેન્ડલ પર ટ્વીટ કરવામાં આવ્યું હતું. જેમાં આ કેહવામાં આવ્યું હતું કે, 18થી વધુ વયના લોકો હવે (Co-WIN Vaccinator App ) https://cowin.gov.in, આરોગ્ય સેતુ એપ અને ઉમંગ એપ પર રજિસ્ટર કરાવી શકે છે. 1 મે સુધી જેટલા સેન્ટર તૈયાર છે, તેના આધારે રાજ્ય સરકારોના સેન્ટર કે ખાનગી સેન્ટર પર એપોઈન્ટમેન્ટ આપવામાં આવશે. જો કે એક વખત ફરીથી વેબસાઈટનું સર્વર ડાઉન જોવા મળી રહ્યું છે અને કોઈ પણ રજિસ્ટ્રેશન નથી કરાવી શકતું.સોશિયલ મીડિયા પર અનેક લોકો એ પોતાના રજિસ્ટ્રેશન માટે તૈયારી કરી લીધી હતી, પરંતુ હવે અમુક યુઝર્સ એવા છે, જેમને ક્યાંક એરરનો મેસેજ આવી રહ્યો છે અથવા તો તેમને ફોન પર OTP નથી આવી રહ્યો. અનેક યુઝર્સ ફરિયાદ કરી રહ્યાં છે કે, તેઓ કોઈ પણ વેબસાઈટપર જઈને પોતાનું નામ રજિસ્ટર નથી કરાવી શકતા, જ્યારે અનેક તો એવું કહી રહ્યાં છે કે, મે મહિનાનો પૂરો સ્લોટ ભરાઈ ચૂક્યો છે. ખાસ કરીને મુંબઇ શહેરમાં જે લોકો રજિસ્ટ્રેશન કરવાનો પ્રયત્ન કરે છે તેમનું રજીસ્ટ્રેશન થઇ ગયા બાદ તેમને મેસેજ આવે છે કે ,તમારા પીનકોડની નજીક કોઈ વેક્સિન સેન્ટર નથી.

મિસીસ અક્ષય કુમાર આવી મદદે. ઈંગ્લેન્ડથી આટલા બધા ઓક્સિજન કન્ટેનર મંગાવ્યા….
વાત એમ છે કે મુંબઈ મહાનગરપાલિકાએ નવા વેક્સિન સેન્ટરની સૂચિ સર્વર પર અપલોડ નથી કરી તેવું લાગી રહ્યું છે.