ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૪ જુલાઈ, ૨૦૨૧
બુધવાર
ખાનગી અને સરકારી સહાય ન મેળવતી એટલે કે અનઍડેડ કૉલેજો જો બેફામ ફી વસૂલશે તો હવે તેમની વિરુદ્ધ પણ વિદ્યાર્થીઓ ફી રેગ્યુલેટિંગ ઑથૉરિટી(FRA)ના પોર્ટલ પર ફરિયાદ નોંધાવી શકશે અને એનું નિરાકરણ પણ ટૂંક સમયમાં કરાશે. FRA કૉલેજના વિદ્યાર્થીઓની ફી સંબંધિત ફરિયાદોને વાચા આપવા માટે શક્ય એટલી જલદી યંત્રણા બનાવવા ઇચ્છે છે.
ગત અઠવાડિયે યોજાયેલી FRAનીમિટિંગમાં આ સંદર્ભે નિર્ણય લેવાયો હતો. FRAએ હવે આ પ્રકારની ફરિયાદો માટે એક પેટાસમિતિ બનાવશે. આ સમિતિ સત્તા દ્વારા નિશ્ચિત ફીમાં કૉલેજ દ્વારા કોઈ વધારો કરાતો નથી એ સુનિશ્ચિત કરશે. આ ઉપરાંત કૉલેજો પાયાભૂત સવલતોમાં કોઈ બાંધછોડ નથી કરતી એનું પણ ધ્યાન રાખશે. આ સમિતિ હાલના ફીનાં ધારાધોરણોનો અભ્યાસ કરશે અને જરૂર હશે તો એમાં ફેરફાર પણ કરશે.
બાપરે! મુંબઈગરા ગૅસ્ટ્રો, લેપ્ટો અને ડેન્ગ્યુની ચપેટમાં, વરસાદની સાથે જ કેસમાં વધારો; જાણો વિગત
ઉલ્લેખનીય છે કે ખાનગી શાળાઓની જેમ ખાનગી કૉલેજો પણ વિદ્યાર્થીઓ પાસેથી બેફામ ફી વસૂલી રહી છે અને સરકાર દ્વારા નક્કી કરાયેલાં ધારાધોરણનું પણ સરેઆમ ઉલ્લંઘન કરતી હોય છે. તેથી FRAએ આ નિર્ણય લીધો છે. FRAના અધિકારીએ એક મીડિયા હાઉસને જણાવ્યું હતું કે “ઘણા વિદ્યાર્થીઓ જાણતા જ નથી કે FRA ખાનગી કૉલેજોમાં ફી નિયમનનું કામ કરે છે.’’