સુપ્રીમ કોર્ટે BBC ડોક્યુમેન્ટરી પર પ્રતિબંધ મૂકવાની અરજી ફગાવી, કહ્યુ- આ સુનાવણી યોગ્ય નથી.. 

No appeal, no argument and no investigation... President's decision on mercy petition is 'final' in the new rule of the Code of Justice

News Continuous Bureau | Mumbai

સુપ્રીમ કોર્ટે આજે ભારતમાં બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (બીબીસી) પર સંપૂર્ણ પ્રતિબંધની માંગ કરતી અરજીને ફગાવી દીધી છે. હિન્દુ સેના દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દેતા સુપ્રીમ કોર્ટે આકરી ટીપ્પણી કરી અને કહ્યું કે ‘અમારો સમય બગાડો નહીં’. અરજીમાં ભારતમાં બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશનની કામગીરી પર પ્રતિબંધ મૂકવા અને ભારતમાં બીબીસી પર પ્રતિબંધ મૂકવાની માગણી કરવામાં આવી હતી.

હિંદુ સેનાએ પોતાની અરજીમાં કહ્યું છે કે ભારતની એકતા અને અખંડિતતાને તોડવાનું બીબીસીના ષડયંત્રની એનઆઈએ દ્વારા તપાસ થવી જોઈએ. અરજદાર વતી એડવોકેટ પિંકી આનંદે જણાવ્યું હતું કે બીબીસી દેશની છબી ખરાબ કરવા માંગે છે… ક્યારેક નિર્ભયા…ક્યારેક કાશ્મીર અને હવે ગુજરાત રમખાણોના મુદ્દે પણ ડોક્યુમેન્ટ્રી બનાવીને દેશની છબી ખરાબ કરવાનો પ્રયાસ કર્યો છે.

આ સમાચાર પણ વાંચો : જાસૂસી કરી રહ્યું હતું ચાઈનીઝ બલૂન, અમેરિકાના દાવા પર ભડકેલા ચીને આપ્યો આવો જવાબ

ન્યાયાધીશોએ અરજદારના વકીલને કહ્યું, “આ દલીલ ખોટી છે, સુપ્રીમ કોર્ટ આવા આદેશ કેવી રીતે પસાર કરી શકે છે.” હિન્દુ સેનાના વડા વિષ્ણુ ગુપ્તાની અરજીને ફગાવી દેતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, “ડોક્યુમેન્ટરી દેશને કેવી રીતે અસર કરી શકે છે?”