રાહુલ ગાંધીનું સાંસદ પદ રદ થઈ ગયા પછી કોંગ્રેસ પાર્ટી એક્શન મોડમાં આવી છે. કોંગ્રેસ પાર્ટી એ ભારતીય જનતા પાર્ટી અને અદાણી વચ્ચે સાંઠગાઠ છે એવા આરોપ સાથે સમગ્ર દેશમાં આંદોલન ઊભું કર્યું છે.
ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલે પ્રેસ રિલીઝ ના માધ્યમથી ભાજપ અને અદાણી સંદર્ભે અનેક પ્રશ્નો ખડા કર્યા છે. તેમણે અદાણી કંપનીમાં કઈ કઈ કંપનીઓએ રોકાણ કર્યું છે તેના આંકડા રજૂ કર્યા છે.
કઈ કંપનીઓએ અદાણીમાં રોકાણ કર્યું?
✔️ Elara India Opportunities Fund Limited – 98.50 % – 27,306 Cr
✔️ Albula Investment Fund Ltd – 96.98 % – 12,846 Cr
✔️ Asla Investments – 98.36 % – 9808 Cr
✔️ Cresta Fund ltd – 98.94 % – 13,878 Cr
✔️ Apms Investment Fund Ltd – 98.80 % – 14,897 Cr
✔️ Lts Investment Fund Ltd – 99.28 % – 11,881 Cr
✔️ Marshal global capital fund limited – 99.73 % – 2,580 Cr
✔️ Magnus globle investment – 99.73 % – 2,580 Cr
✔️ Nuleriya Investment – 97.97 % – 2,087 Cr
✔️ Vespera fund – 91.35 % – 2,070 Cr
Total – 80,527 Cr
ઉપરની તમામ દશ કંપનીએ તેની કુલ રકમના આશરે ૯૮ % નાણા ભારતની એક માત્ર અદાણી કંપનીમા રોક્યા છે. એવો દાવો કોંગ્રેસ પાર્ટી એ કર્યો છે.
આ વિદેશી કંપનીઓને ભારતની માત્ર અદાણી કંપનીમા જ Opportunity દેખાય છે…
હવે આ મામલે આવનાર દિવસોમાં આંદોલન પણ કરવામાં આવશે.
કોંગ્રેસ પાર્ટી એ ઉપસ્થિત કરેલા પ્રશ્નો.
✔️ આ વિદેશી કંપનીઓના માલિકો કોણ ?
✔️આવડુ મોટુ વિદેશી ફંડ અદાણી કંપનીમા આવેલ અને આ અનજાન ફંડનુ ભારતની ડીફેન્સ કંપનીઓમા રોકાણ થઇ રહ્યુ છે તે દેશ માટે ઘાતક પુરવાર થઇ શકે છે તેના માટે જવાબદાર કોણ ?
✔️આ વિદેશી કંપનીઓ પોતાના તમામ નાણા ભારતની અદાણી કંપનીમા જ કેમ સુરક્ષિત સમજી ?
✔️ આ નાણા આતંકીઓના નથી તેની ખાતરી શુ ?
✔️ આ નાણા ડ્રગ્સ – દેશ વિરોધી તાકાતને બળ નહી પુરુ પાડે તેની ખાતરી શુ ?
✔️દેશના ગદ્દારોનુ કઇ હવાલાથી પોતાનુ કાળુ નાણુ બહાર મોકલીને ધોળુ કરવાનુ કારસ્તાન તો નથી ને ?
✔️ કઇ આ અનજાન ફંડને દુશ્મન દેશો પાકિસ્તાન-ચીનનુ ભારતમા ઘુસાડીને દેશને બરબાદ કરવાનુ ષડયંત્ર તો નથી ?
આમ કોંગ્રેસ પાર્ટી સંસદ થી શરૂ કરીને સડક સુધી અદાણી અને ભાજપનો મુદ્દો ઉઠાવી રહી છે.