News Continuous Bureau | Mumbai
Loksabha elections 2024 : ચૂંટણી દરમિયાન કોંગ્રેસ પાર્ટી અનેક વખત એવી વિચિત્ર માંગણી કરે છે જેને કારણે તે ક્ષોભજનક સ્થિતિમાં મુકાય છે. કોંગ્રેસ પાર્ટીની રાજસ્થાન એકમે ચૂંટણી કમિશન પાસે માંગણી કરી છે કે રામ નવમીને કારણે આખા દેશમાં ઠેર ઠેર ભગવા ઝંડા લટકાડવામાં આવ્યા છે. આ તમામ ઝંડાઓને મહિલામાં વહી તકે દૂર કરવામાં આવે કારણ કે આનો રાજનૈતિક ફાયદો થઈ શકે છે.
Congress party demand
કોંગ્રેસ પાર્ટી એ આ સંદર્ભે ચૂંટણી કમિશનને લખાણમાં જણાવી દીધું છે. ઉલ્લેખનીય છે કે ભગવાન શ્રીરામ અને રામ જન્મભૂમિ વિવાદ હંમેશ માટે કોંગ્રેસ પાર્ટી નો માથાનો દુખાવો બન્યો છે. હવે જ્યારે કોંગ્રેસ પાર્ટી લોકસભા ચૂંટણીમાં સૌથી અઘરી પરીક્ષા નો સામનો કરી રહ્યું છે ત્યારે ભગવાન શ્રીરામ અને અયોધ્યાના ઝંડા ને કારણે કોંગ્રેસના નેતાઓ ડરી ગયા છે.
આ સમાચાર પણ વાંચો : South Mumbai Lok Sabha Constituency: મુંબઈના દક્ષિણ બેઠક પરથી ભાજપ વત્તી મંગલ પ્રભાત લોઢા બન્યા મુખ્ય દાવેદાર, સત્તાવાર જાહેરાતની રાહ..
Ram navmi
ઉલ્લેખનીય છે કે રામ નવમી ના કારણે આખા દેશમાં અલગ અલગ ઠેકાણે ભગવાન ઝંડા લટકી રહ્યા છે. આ તમામ ઝંડાઓને કારણે ભાજપના તરફેણમાં મતદાન થઈ શકે છે તેવું કોંગ્રેસ પાર્ટી ને લાગે છે અને આથી ચૂંટણી પંચ પાસે માંગણી કરવામાં આવી છે. હવે જોવાનું એ રહે છે કે ચૂંટણી પંચ આ સંદર્ભે શું પગલાં લે છે.