ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો,
મુંબઈ, ૧ એપ્રિલ ૨૦૨૧.
ગુરૂવાર.
કરોના ના સંક્રમણને રોકવા વેક્સિનેશન અભિયાન દેશમાં પૂર ઝડપે ચાલી રહ્યું છે. વેક્સિન લીધા બાદ તેના ફોટા સોશિયલ મીડિયામાં અપલોડ કરવાનો પણ એક ટ્રેન્ડ ચાલુ થયો છે.છેલ્લા એક મહિનાથી સોશિયલ મીડિયા પર,' i got vaccinated' ના બેનર હેઠળ કેટલાય લોકોએ પોતાના વેક્સિન લેતા ફોટા પોસ્ટ કર્યા છે. એમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની કેબિનેટના અનેક નેતાઓએ પણ વેકસીન લીધા બાદ તસવીર શેર કરી છે.પરંતુ આ વેક્સિનેશન અભિયાન વચ્ચે કેટલાક એવા કોંગ્રેસી નેતાઓ પણ છે. જેમણે કોઈપણ જાતના પ્રચાર વગર વેક્સિન નો ડોઝ લઈ લીધો છે.
મીડિયા અહેવાલ પ્રમાણે કોંગ્રેસના અનેક ટોચના નેતાઓએ વેક્સિન લીધા પછી સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી નથી. કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ સોનિયા ગાંધી તેમજ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંઘ તથા વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે પણ કોરોના વેક્સિન લીધી છે. એક તરફ ભાજપ ના નેતા વેક્સિનેશન ના માઘ્યમ થી મિડીયા માં છે ત્યારે કોંગ્રેસે આનાથી દુર રહેવું પસંદ કર્યું છે. કદાચ આવું એટલે હશે કારણકે વેક્સિનેશન નું આખું કેમ્પેન ભાજપે પહલેથી હાઈજેક કરી લીધું છે.