Site icon

Telangana Elections: કોંગ્રેસે તેલંગણા ચુંટણીમાં આ ભારતીય ક્રિકેટરને આપી ટિકિટ.. બીજી યાદીમાં 45 ઉમેદવારો કર્યા જાહેર.. જાણો સંપુર્ણ મુદ્દો વિગતે અહીં..

Telangana Elections: રાજસ્થાન- છત્તીસગઢ અને તેલંગાણા સહિત પાંચ રાજ્યોમાં આગામી મહિને વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેના પગલે ભાજપ-કોંગ્રેસ સહિતની પાર્ટીઓ પોતાના ઉમેદવારોનો નામ જાહેર કરી રહી છે. ત્યારે કોંગ્રેસ પાર્ટીએ તેલંગાણામાં ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે.

Congress gave ticket to this cricketer in Telangana election.. 45 candidates were announced in the second list..

Congress gave ticket to this cricketer in Telangana election.. 45 candidates were announced in the second list..

News Continuous Bureau | Mumbai 

Telangana Elections: રાજસ્થાન- છત્તીસગઢ અને તેલંગાણા સહિત પાંચ રાજ્યોમાં આગામી મહિને વિધાનસભાની ચૂંટણી (Assembly Election) યોજાવાની છે. જેના પગલે ભાજપ (BJP)કોંગ્રેસ (Congress) સહિતની પાર્ટીઓ પોતાના ઉમેદવારોનો નામ જાહેર કરી રહી છે. ત્યારે કોંગ્રેસ પાર્ટીએ તેલંગાણા (Telangana) માં ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં કોંગ્રેસે ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીન (Mohammad Azharuddin) ને પણ ટિકિટ આપી છે.

Join Our WhatsApp Community

તેલંગાણા ચૂંટણી માટે કોંગ્રેસ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે જેમાં ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનને હૈદરાબાદ શહેરની જુબિલી હિલ્સ સીટ પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જ્યારે પૂજાલા હરિકૃષ્ણાને સિદ્દીપેટ બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. આ બેઠક પરથી જ મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ (KCR) ચૂંટણી લડશે.

આ સમાચાર પણ વાંચો : Marriage Law: ઓળખ છુપાવીને લગ્ન કરનારાઓ પર સકંજો કસવા સરકારનો માસ્ટર પ્લાન, નવો કાયદો 10 વર્ષ સુધી નાખી દેશે જેલમાં..

તેલંગાણામાં 119 બેઠકો પર મતદાન યોજાશે…

તેલંગાણા વિધાનસભાનો કાર્યકાળ 16 જાન્યુઆરી 2024ના રોજ સમાપ્ત થશે. તેલંગાણામાં 119 બેઠકો પર મતદાન યોજાશે. તેલંગાણા રાષ્ટ્ર સમિતિએ રાજ્યમાં સરકાર બનાવી હતી. તેનું નામ હવે બદલીને ભારત રાષ્ટ્ર સમિતિ રાખવામાં આવ્યું છે. જેમાં ચંદ્રશેખર રાવ બીજી વખત મુખ્યમંત્રી બન્યા હતા.

સૌથી રસપ્રદ બાબત એ છે કે રાજગોપાલ રેડ્ડી ભાજપમાંથી કોંગ્રેસમાં પાછા ફર્યા છે, જેઓ અગાઉ એક વર્ષ પહેલા ભારતીય જનતા પાર્ટી (ભાજપ) માં જોડાયા હતા. રાજ્યમાં 119 વિધાનસભાના વિસ્તાર છે. 30મી નવેમ્બરે મતદાન કરવામાં આવશે, જ્યારે ત્રીજી ડિસેમ્બરે ચૂંટણીના પરિણામ આવશે.

 

Uttarakhand Disaster: ઉત્તરાખંડના સહસ્ત્રધારા માં ફાટ્યું વાદળ, રમકડાંની જેમ તણાઈ કાર, જાણો ક્યાં થયું કેટલું નુકશાન
Dog punishment: હવે માણસ ની જેમ કુતરાઓ ને પણ થશે આવી સજા, ઉત્તર પ્રદેશ સરકારે લીધો અનોખો નિર્ણય
Waqf Act: વક્ફ કાયદો: સવારે મુસ્લિમ પક્ષ જીતનો દાવો કરતો હતો, પરંતુ વાર્તા તો કઈ અલગ જ નીકળી, જાણો સમગ્ર મામલો
Supreme Court: સુપ્રીમ કોર્ટે વનતારા કેસની સુનાવણી દરમિયાન કરી મહત્વપૂર્ણ ટિપ્પણી, હાથી રાખવા ને લઈને કહી આવી વાત
Exit mobile version