ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
24 જુન 2020
રાજસ્થાનની અશોક ગેહલોત સરકાર દ્વારા રાજસ્થાન ના ઇતિહાસને બદલવાની કોશિશ થઈ છે. મહારાણા પ્રતાપ સાથે જોડાયેલી ઐતિહાસિક સંઘર્ષની વાતો હટાવી વિવાદિત સંશોધન રજૂ કરાયા છે. 'રાજસ્થાન બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન' ની વેબસાઈટ પર ધોરણ 10 ના સામાજિક વિજ્ઞાનના પુસ્તકના બીજા પાઠમાં છપાયું છે કે "16મી સદીમાં મેવાડના મહારાણા પ્રતાપ' માં એક સેનાપતિ તરીકે ધીરજ, નિયંત્રણ અને યોજના ઘડવાની ક્ષમતા ન હતી. યોગ્ય સમયે યોગ્ય પગલાં ન લઈ શકવાને કારણે તેઓ હલ્દીઘાટીનું યુદ્ધ હાર્યા હતા. નોંધનિય છે કે આ પુસ્તક મહારાણા પ્રતાપ અને મોગલ સમ્રાટ અકબર વચ્ચે હલ્દીઘાટી માં થયેલા યુદ્ધ પર આધારિત છે.
મેવાડના શાહી પરિવાર અને મહારાણા પ્રતાપના વંશજોએ કોંગ્રેસના નેતૃત્વવાળી રાજસ્થાન સરકાર સામે સખત વિરોધ ઉઠાવ્યો છે. મહારાણા પ્રતાપ ના વંશજો નું કહેવું છે કે સરકારે ભવિષ્યની પેઢી અને બાળકોના અભ્યાસ સાથે છેડછાડ કરી ભવિષ્ય જોખમમાં મૂક્યું છે. તેઓએ બાળકોને ભણાવવા લાયક મહારાણા પ્રતાપના જીવનના મહત્વપૂર્ણ પાઠ હટાવી દીધા છે, જે ગેહલોત સરકારની લઘુદ્રષ્ટિ દર્શાવે છે. ઉલ્લેખનીય છે કે રાજસ્થાનની સરકારે પ્રથમવાર આવું નથી કર્યું. હજી તો સરકાર બન્યાના છ જ મહિનાની અંદર સ્કૂલોના પાઠ્યપુસ્તકોમાં મોટો ફેરફાર કર્યો છે….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com