ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 17 સપ્ટેમ્બર, 2021
શુક્રવાર
વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 71મો જન્મદિવસ છે. દેશ-વિદેશના તમામ નેતાઓ તેમને જન્મદિવસની શુભકામના આપી રહ્યા છે. સોશિયલ મીડિયા ટ્વિટર પર તેમને દેશના વિરોધ પક્ષના પણ અનેક નેતાઓ શુભેચ્છા આપી રહ્યા છે. એમાં કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ તેમને ટ્વિટર પર જન્મદિવસ માટે “ હૅપ્પી બર્થડે મોદીજી’’ આ મુજબની ટૂંકા શબ્દોમાં શુભેચ્છા આપી હતી. જોકે તેમના આ ટ્વીટ પર પણ મોદીભક્તો -યુઝરો રાહુલ ગાંધી પર તૂટી પડ્યા હતા અને તેમને આટલા ઓછા શબ્દોમાં શુભેચ્છા આપવા માટે ટ્રૉલ કરવાનું ચાલુ કરી દીધું હતું.
એક યુઝરે લખ્યું હતું કે 2018ના વર્ષથી રાહુલની શુભેચ્છાઓ નાની થતી જઈ રહી છે. તેમણે પોતાના ટ્વીટ સાથે રાહુલ ગાંધીની 2018ની ટ્વીટ પણ શૅર કરી હતી. અન્ય એક મોદીભક્ત યુઝરે રાહુલ ગાંધીની ટીકા કરતાં કહ્યું હતું કે જયારે પણ મોઢું ખોલશે, ત્યારે ગોબર જ બહાર કાઢશે. અન્ય એક યુઝરે મીમ પોસ્ટ કરતાં લખ્યું હતું કે બોલવામાં તકલીફ થઈ રહી છે, બિચારાને.