જન્મદિવસ નરેન્દ્ર મોદીનો અને ટ્રૉલ થયા રાહુલ ગાંધી, સોશિયલ મીડિયા પર ધમાલ; જાણો વિગત

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 17 સપ્ટેમ્બર, 2021

શુક્રવાર

વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 71મો જન્મદિવસ છે. દેશ-વિદેશના તમામ નેતાઓ તેમને જન્મદિવસની શુભકામના આપી રહ્યા છે. સોશિયલ મીડિયા ટ્વિટર પર  તેમને દેશના વિરોધ પક્ષના પણ અનેક નેતાઓ શુભેચ્છા આપી રહ્યા છે. એમાં કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ તેમને ટ્વિટર પર જન્મદિવસ માટે હૅપ્પી બર્થડે મોદીજી’’ આ મુજબની ટૂંકા શબ્દોમાં શુભેચ્છા આપી હતી. જોકે તેમના આ ટ્વીટ પર પણ મોદીભક્તો -યુઝરો રાહુલ ગાંધી પર તૂટી પડ્યા હતા અને તેમને આટલા ઓછા શબ્દોમાં શુભેચ્છા આપવા માટે ટ્રૉલ કરવાનું ચાલુ કરી દીધું હતું.

પેટ્રોલ સસ્તું થવાની ભીતિએ રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ પાર્ટીના પેટમાં ફાળ પડી, જીએસટીની મિટિંગ પહેલાં જ પોતાનો વિરોધ દર્શાવ્યો

એક યુઝરે લખ્યું હતું કે 2018ના વર્ષથી રાહુલની શુભેચ્છાઓ નાની થતી જઈ રહી છે. તેમણે પોતાના ટ્વીટ સાથે રાહુલ ગાંધીની 2018ની ટ્વીટ પણ શૅર કરી હતી. અન્ય એક મોદીભક્ત યુઝરે રાહુલ ગાંધીની ટીકા કરતાં કહ્યું હતું કે જયારે પણ મોઢું ખોલશે, ત્યારે ગોબર જ બહાર કાઢશે. અન્ય એક યુઝરે મીમ પોસ્ટ કરતાં લખ્યું હતું કે બોલવામાં તકલીફ થઈ રહી છે, બિચારાને.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More