Site icon

Congress Manifesto: લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસનો મેનિફેસ્ટો બહાર પડતી વખતે મલ્લિકાર્જુન ખડગેએ મોદી પર નિશાન સાધ્યું, આપ્યું આ નિવેદન..

Congress Manifesto: વિપક્ષી નેતાઓને જેલમાં રાખવામાં આવ્યા છે. ચૂંટણી લડવા માટે સમાન તકો જુટવી લેવામાં આવી રહી છે. કોંગ્રેસને હેરાન કરવામાં આવી રહી છે. બંધારણ અને દેશને બચાવવો પડશે. આવી સ્થિતિમાં દેશની જનતાએ એક થઈને પીએમ મોદીને સત્તા પરથી હટાવવા પડશે.

Congress Manifesto Mallikarjun Kharge targeted Modi, made this statement while releasing the Congress manifesto for the Lok Sabha elections

Congress Manifesto Mallikarjun Kharge targeted Modi, made this statement while releasing the Congress manifesto for the Lok Sabha elections

 News Continuous Bureau | Mumbai

Congress Manifesto: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આજે બીજેપી ( BJP ) પર ઉગ્ર નિશાન સાધ્યું હતું. તેમણે નિવેદન આપતા કહ્યું હતું કે, વિપક્ષી નેતાઓને જેલમાં પુરવામાં આવી રહ્યા છે. તેથી દેશમાં હાલ સંવિધાન ખતરામાં છે. આમ કરીને ભાજપ અમને હેરાન કરવાનો પ્રયાસ કરી રહી છે. 

Join Our WhatsApp Community

ખડગેએ વધુમાં કહ્યું હતું કે, “વિપક્ષી નેતાઓને જેલમાં રાખવામાં આવ્યા છે. ચૂંટણી ( Lok Sabha Election ) લડવા માટે સમાન તકો જુટવી લેવામાં આવી રહી છે. કોંગ્રેસને ( Congress  ) હેરાન કરવામાં આવી રહી છે. બંધારણ અને દેશને બચાવવો પડશે. આવી સ્થિતિમાં દેશની જનતાએ એક થઈને પીએમ મોદીને સત્તા પરથી હટાવવા પડશે.

અમારુ આ ન્યાય પત્ર (ઘોષણા) દેશની રાજનીતિના ઇતિહાસમાં ન્યાયના દસ્તાવેજ તરીકે યાદ કરવામાં આવશે

ખડગેએ ( Mallikarjun Kharge  ) વધુમાં કહ્યું, “અમારું આ ન્યાય પત્ર (ઘોષણા) દેશની રાજનીતિના ઇતિહાસમાં ન્યાયના દસ્તાવેજ તરીકે યાદ કરવામાં આવશે. રાહુલ ગાંધીની આગેવાની હેઠળની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ 5 સ્તંભો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ થાંભલાઓમાંથી 25 ગેરંટી નીકળે છે.

આ સમાચાર પણ વાંચો :  Surat : સુરત સ્ટેશન પર હાથ ધરાયું નોન ઈન્ટરલોકિંગના કામ, આ બે એક્સપ્રેસ ટ્રેન પ્રભાવિત રહેશે..

મલ્લિકાર્જુન ખડગેએ આગળ કહ્યું હતું કે, આ મેનિફેસ્ટો ( Manifesto ) ભવિષ્યના તેજસ્વી ભારતનું ચિત્ર દર્શાવે છે. પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે આ ચૂંટણી બંધારણ અને લોકતંત્રને નષ્ટ કરવાનો પ્રયાસ કરનારા અને તેમને બચાવવાની કોશિશ કરનારાઓ વચ્ચે થવાની છે.

વાસ્તવમાં, કોંગ્રેસે આજે લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો. જેમાં પાર્ટીએ જાતિ ગણતરી કરાવવા, અનામતની મર્યાદા 50 ટકાથી વધુ કરવાની, ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવની કાયદેસર ગેરંટી આપવા અને નવી શિક્ષણ નીતિમાં સુધારા સહિતના અનેક વચનો આપ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Naxal Hidma: મોસ્ટ વોન્ટેડ નક્સલી હીડમા છત્તીસગઢ બોર્ડર પર ઠાર, એન્કાઉન્ટરમાં તેના આટલા સાથીઓ પણ માર્યા ગયા
Hamas attack: દિલ્હી બ્લાસ્ટ: સુસાઇડ બોમ્બરથી લઈને રોકેટ-ડ્રોન સુધી! શું ઉમરનું કાવતરું ભારતમાં ‘હમાસ’ જેવો મોટો હુમલો કરવાનું હતું?
Tejashwi Yadav: તેજસ્વી યાદવ પર દબાણ! રાજકીય કારકિર્દી સામે ઊભો થયો સવાલ, મીટિંગમાં ભાવુક થઈ નેતાએ કેમ આપ્યું રાજીનામું આપવા જેવું નિવેદન?
Delhi Blast Case: દિલ્હી બ્લાસ્ટ કેસ માં અલ-ફલાહ યુનિવર્સિટી પર ED ની મોટી કાર્યવાહી, ચાર રાજ્યોમાં કુલ આટલા ઠેકાણાં પર દરોડા
Exit mobile version