ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો
મુંબઇ
25 ઓગસ્ટ 2020
કોંગ્રેસ પક્ષમાં કેન્દ્રીય નેતૃત્વ થી લઇ રાજ્યના નેતૃત્વ સુધી ખેંચતાણ ચાલી રહી છે, એ વાત કોઈથી છૂપી નથી. કોંગ્રેસનું નેતૃત્વ હાલ કાર્યકારી અધ્યક્ષ તરીકે સોનિયા ગાંધી સંભાળી રહ્યા છે. એવા સમયે મહારાષ્ટ્ર કોંગ્રેસમાં પણ ત્રણ નેતાઓ ને લઈને મતભેદો સામે આવી રહયાં છે. કોંગ્રેસના જ એક નેતા એ માંગ કરી છે કે મહારાષ્ટ્રના સિનિયર નેતા પૃથ્વીરાજ ચૌહાણ, મુકુલ વાસનિક અને મિલિંદ દેવરાએ સોનિયા ગાંધીના નેતૃત્વ પર સવાલ ઉભા કર્યા હોવાથી, ત્રણે નેતાઓએ તેમની જાહેરમાં માફી માંગવી જોઈએ..
મહારાષ્ટ્રના ખેલકૂદ મંત્રી સુનીલ કેદારે ઉપરોક્ત ત્રણેય નેતાઓ સામે પ્રશ્નો ઉભા કર્યા છે. વાત એમ છે કે ગઈકાલે સીડબલ્યુસી ની બેઠક દિલ્હીમાં મળી હતી. સોનિયા ગાંધીએ વચગાળાનું અધ્યક્ષ પદ છોડવાની તૈયારી કરી લીધી હતી. પરંતું બેઠક પહેલાં જ મહારાષ્ટ્રના ત્રણ નેતાઓ સહિત 23 લોકોએ સોનિયા ગાંધીને પત્ર લખીને તેમના નેતૃત્વ પર સવાલો ઉભા કર્યા હતા .એવો આરોપ સુનિલ કેદારે મુક્યો છે. પૃથ્વીરાજ ચૌહાણ, મુકુલ વાસનિક અને મિલિંદ દેવરાએ પણ આ પત્રમાં સહી કરી હતી. આથી જ સોનિયા ના અધ્યક્ષ પદ સામે સવાલ ઉઠાવનાર આ "ત્રણે નેતાઓને જાહેરમાં સોનિયા ગાંધીની માફી માગવી જોઇએ નહીં તો તેઓને રસ્તા પર ઉતરવા દેવામાં આવશે નહીં.'' એવી ચેતવણી ક્રીડા મંત્રી સુનિલ કેદારે આપી છે. આમ હવે મહારાષ્ટ્રમાં પણ કોંગ્રેસના નેતાઓ વચ્ચે અંદરોઅંદરની ખેંચતાણ સામે આવી રહી છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com