News Continuous Bureau | Mumbai
કોંગ્રેસ અધ્યક્ષ પદ(Congress president election) માટે ઉમેદવારી નોંધાવ્યા બાદ મલ્લિકાર્જુન ખડગે(Mallikarjun Kharge)એ રાજ્યસભામાં વિપક્ષના નેતા પદ(LoP Rajya Sabha) પરથી રાજીનામું(Resign) આપી દીધું છે.
રાજીનામું આપ્યા બાદ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, તેમણે કોંગ્રેસ(congress)ના ‘એક નેતા, એક પદ’ના નિયમ હેઠળ આ નિર્ણય લીધો છે.
રાજીનામા બાદ હવે આ પદ માટે પી. ચિદમ્બરમ અને દિગ્વિજય સિંહનું નામ રેસમાં આગળ છે.
ઉલ્લેખનીય છે કે ઉદયપુરમાં આયોજિત કોંગ્રેસના ચિંતન શિબિર(chintan shivir congress)માં નિર્ણય લેવામાં આવ્યો હતો કે પાર્ટીમાં કોઈ પણ વ્યક્તિ બે પદ નહીં સંભાળે.
એટલે કે કોઈપણ નેતાએ બીજા પદ પહેલા પોતાના વર્તમાન પદ પરથી રાજીનામું આપવું પડશે.
આ સમાચાર પણ વાંચો : દુકાનના બોર્ડ મરાઠીમાં લખવાની મુદત ખતમ- મુંબઈમાં માત્ર આટલા ટકા દુકાનોએ જ લગાવ્યા મરાઠી સાઈનબોર્ડ- હવે શું કરશે પાલિકા