ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
17 જુન 2020
પેટ્રોલ-ડિઝલના ભાવવધારા સામે આજે કોંગ્રેસએ દેશભરમાં દેખાવો યોજ્યાં છે. તેવા સમયે ગુજરાત કોંગ્રેસ પ્રમુખએ સરકાર પર આકરા પ્રહાર કરી કહ્યું કે, મોદી સરકારને કોરોનાના કેસની વધતી સંખ્યાની ચિંતા નથી પણ રાજ્યની તિજોરી ભરવાની ચિંતા છે. પેટ્રોલ-ડિઝલના ભાવવધારા સામે કોંગ્રેસની વિરોધ રેલી સ્થળે બેનરોને સળગાવ્યા હતા અને ટ્રાફીક બાધિત કરતા, વિવિધ શહેરોમાં પોલીસે કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતો ઘટી હોવા છતાં ભારતમાં છેલ્લા અગિયાર દિવસોથી ભાવ વધારો ચાલુ છે. આજે પેટ્રોલ-ડીઝલના ભાવ ભારતમાં છેલ્લા 21 મહિનાની ટોચે પહોંચી ગયા છે. આ અંગે ગઈ કાલે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ વડાપ્રધાનને એક પત્ર પણ લખ્યો હતો.
હવે પ્રશ્ન એ થાય છે કે પેટ્રોલ-ડીઝલ પાણી કરતા પણ મોંઘા કેવી રીતે થયા!? જેનું કારણ છે વિશ્વમાં વ્યાપેલો કોરોના, તેને લીધે લાદવામાં આવેલુ લોકડાઉન. જ્યારે ક્રૂડ તેલનો ભાવ લિટરે 19 રૂપિયા હતો ત્યારે પાણીની બોટલના 20 રૂપિયા હતા. આ અંગે નિષ્ણાંતોનું કહેવું છે કે કોરોના વાયરસના કારણે દુનિયાભરમાં આર્થિક પ્રવૃત્તિઓ અટકી ગઈ છે. જેને લીધે ક્રૂડની માંગ ન રહેતા ભાવો તળીયે બેસી ગયા છે.
નોંધનીય છે કે લોકડાઉન દરમિયાન માર્ચના મધ્યથી જ બે મહિના સુધી કેન્દ્ર સરકારે પેટ્રોલ ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટી અને ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ તેલના ભાવમાં દૈનિક કોઇ વધારો કર્યો ન હતો આથી પોતાની ખોટને સરભર કરવા માટે સરકાર દ્વારા પેટ્રોલ ડીઝલમાં સતત ભાવ વધારો કરવામાં આવી રહ્યો છે….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com