ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 13 સપ્ટેમ્બર, 2021
સોમવાર
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ઓસ્કર ફર્નાંડિઝનું નિધન થયું છે.
કર્ણાટકના મેંગ્લુરુમાં ઓસ્કર ફર્નાંડિઝે અંતિમ શ્વાસ લીધા. હોસ્પિટલ તરફથી તેની પુષ્ટિ કરવામાં આવી છે.
80 વર્ષના ઓસ્કર ફર્નાંડિઝ લાંબા સમયથી બીમાર હતા અને કેટલાક અઠવાડિયાથી તેમને મેંગ્લુરુના હોસ્પિટલમાં દાખલ હતા.
ઓસ્કર ફર્નાંડિઝની ગણતરી કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના નજીકના નેતાઓમાં થતી હતી.
તેઓ ફર્નાડીસએ પહેલી યૂપીએ સરકારમાં પરિવહન,સડક, અને રાજમાર્ગ અને શ્રમ અને રોજગાર મંત્રીના રૂપે કામ કર્યં હતું.
તેઓ અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના સેન્ટ્રલ ઈલેક્શન ઓથોરિટીના અધ્યક્ષ પણ હતા. તે એઆઈસીસી મહાસચિવ પણ રહી ચુક્યા હતા.
અગમચેતીના પગલારૂપે મુંબઈ મહાનગરપાલિકાએ ઑક્સિજનનો સ્ટૉક ફૂલ કર્યો, આવી છે પાલિકાની તૈયારી; જાણો વિગત