આજકાલ નકલી પોલીસ અધિકારી કે નકલી ઓફિસર કે પછી નકલી ધારાસભ્ય બનીને લોકોને ઠગવાના ઘણા કિસ્સા સામે આવ્યા છે. દરમિયાન જમ્મુ-કાશ્મીરમાંથી એક અનોખો જ મામલો સામે આવ્યો છે. જ્યાં ગુજરાતનો એક વ્યક્તિ વડાપ્રધાન કાર્યાલય (PMO) ના ઉચ્ચ અધિકારી હોવાનો ઢોંગ કરીને કાશ્મીર પહોંચ્યો અને બુલેટ પ્રૂફ SUV સાથે છેતરપિંડી કરીને Z+ સુરક્ષા કવચ મેળવ્યું. આટલું જ નહીં, તે હંમેશા ફાઈવ સ્ટાર હોટલમાં રહેતો હતો. આ કેસના ખુલાસા પછી, પોતાને પીએમઓમાં અધિકારી તરીકે રજૂ કરનાર ઠગની ધરપકડ કરવામાં આવી છે.
॥ जय हिन्द ॥ pic.twitter.com/WCEZxlDHId
— Dr. Kiran J Patel (@bansijpatel) February 27, 2023
ધરપકડને ગોપનીય રાખી
કહેવામાં આવી રહ્યું છે કે 10 દિવસ પહેલા જ્યારે તેની ધરપકડ કરવામાં આવી હતી અને સમગ્ર મામલાનો પર્દાફાશ થયો ત્યારે સમગ્ર વહીવટી સ્ટાફ સ્તબ્ધ થઈ ગયો હતો. પોલીસે તેની ધરપકડને ગોપનીય રાખી હતી. ગુરુવારે (16 માર્ચ, 2023) જ્યારે મેજિસ્ટ્રેટે તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યો ત્યારે તેની ધરપકડનો મામલો સામે આવ્યો. હાલમાં એ સ્પષ્ટ નથી કે તેની સામે એફઆઈઆર તેની ધરપકડના દિવસે નોંધવામાં આવી હતી કે તેમાં થોડો વિલંબ થયો હતો.
હાઈ-લેવલની તપાસના આદેશ
મીડિયામાં પ્રકાશિત અહેવાલો અનુસાર આ ઠગે પોલીસ પ્રોટેક્શન પણ લઈ લીધું હતું અને તેને ફાઈવ સ્ટાર હોટલના રૂમની બહાર પણ પોલીસ ઊભી રખાઈ હતી. કડક સુરક્ષા બંદોબસ્ત સાથે તેણે શ્રીનગરના લાલચોકની તથા ગુલમર્ગની પણ મુલાકાત લીધી હતી. જમ્મુ-કાશ્મીર સીઆઈડીના ઈનપુટના આધારે શ્રીનગર પોલીસને આ ઠગ નકલી અધિકારી હોવાની જાણ થઈ અને તેમણે હોટલમાંથી જ તેની ધરપકડ કરી લીધી હતી. આટલી મોટી બેદરકારી સામે આવતા હવે હાઈ-લેવલની તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. ખાસ બાબત એ છે કે આ ઠગ પર અગાઉ અમદાવાદમાં છેતરપિંડીના આક્ષેપો થઈ ચૂક્યા છે.
આ સમાચાર પણ વાંચો : હવે દુશ્મનોને મળશે જડબાતોડ જવાબ, સેનાના જવાન જેટપેક સૂટ પહેરીને ઉડી શકશે,.. જુઓ ટ્રાયલનો વિડીયો
કેવી રીતે ખુલ્લું પાડ્યું, પોલીસને પણ દોષિત ઠેરવવામાં આવશે
ગત ફેબ્રુઆરીમાં જમ્મુ-કાશ્મીરની પ્રથમ મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેણે તમામ સરકારી સુવિધાઓનો લાભ લીધો હતો. ઠગ પોતાના ટ્વિટર હેન્ડલ પર જમ્મુ-કાશ્મીર પ્રવાસના અનેક વીડિયો પોસ્ટ કર્યા છે. તેની સાથે CRPF જવાન પણ જોવા મળી રહ્યા છે. એટલું જ નહિ, તેણે અનેક અધિકારીઓ સાથે ગુજરાતમાંથી પ્રવાસી લાવવા માટે બેઠકો પણ કરી હતી. ત્યારે આ ઠગનો હેતુ શું છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. ગુપ્તચર એજન્સી પણ તેના વિશે એલર્ટ આપી દેવાયું છે. તેણે જમ્મુ કાશ્મીરમાં પ્રવાસનના નામે અનેક સ્થળોની મુલાકાત કરી છે. તેથી હિલચાલ શંકાસ્પદ લાગતા હાલ તેની તપાસ ચાલી રહી છે.