‘ગુજરાતી છે .. એના લોહીમાંજ વેપાર છે..દેશ વેચીને જ માનશે.’ જાણો કયા નેતાએ કર્યું એવું વિવાદાસ્પદ ટ્વિટ.

ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો.
મુંબઈ, 21 એપ્રિલ 2021.
બુધવાર.
       પીએમ મોદી અંગેફરી એકવાર વિવાદાસ્પદ ટ્વિટ કરતા કોંગ્રેસના ધારાસભ્ય શકુંતલા સાહુ હેડલાઇન્સમાં છે. આ વખતે તેમણે પીએમ મોદી વિશે જે ટ્વીટ કર્યું છે, તેને લઈને રાજકીય વાતાવરણ ગરમાયું છે.આની પહેલા શકુંતલા સાહુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વેક્સિન લેતો ફોટો જોઈને ટ્વિટ કર્યું હતું કે  'સાહેબ, તમારે એક નહીં પરંતુ ત્રણ રસીઓ સાથે લેવાની હતી .'


     આ વખતે  શકુંતલા સાહુએ ટ્વીટમાં  લખ્યું છે કે "ગુજરાતી છે,એના લોહીમાં વેપાર છે" "દેશ વેચીને જ માનશે'. છત્તીસગઢની કોંગ્રેસી વિધાયક ને કદાચ ખ્યાલ નહિ હોય કે તે  ગુજરાતીઓને ટાર્ગેટ બનાવવા માંગે છે .પરંતુ તેમની રાજનીતિક કોંગ્રસ પાર્ટીનું નિર્માણ પણ એક ગુજરાતીને કારણે જ થયું હતું અને દેશને આઝાદી મેળવવા પાછળ ઘણાબધા ગુજરાતીઓનો હાથ હતો. જયારે દેશનું અડધું આર્થિકતંત્ર પણ ગુજરાતીઓને કારણેજ ચાલે છે.
       ભાજપે ધારાસભ્ય શકુંતલા સાહુના ટ્વિટ પર પ્રહાર કર્યા છે. ભાજપે કહ્યું છે કે, કોંગ્રેસના ધારાસભ્યનું આ ટ્વીટ શરમજનક છે. આવી ભાષા ફક્ત કોંગ્રેસની જ  હોઈ શકે છે. શું રાહુલ ગાંધી, ગુજરાત કોંગ્રેસ આ ટ્વીટ સાથે સહમત છે? બીજેપીએ વધુમાં કહ્યું છે કે, ધારાસભ્ય શકુંતલા સાહુ એ ફક્ત  ગુજરાતી સમાજ જ નહિ, પરંતુ  ઘણા મહાન પુરુષો અને મહાન લોકોનું અપમાન કર્યું છે. આમ, સામાજિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા અને અપમાનિત કરવા માટે ધારાસભ્ય શકુંતલાને તેમના નિવેદન પર વહેલી તકે માફી માંગવી પડશે અને જો તે આમ નહીં કરે તો  આ નિવેદન અંગે માત્ર રાજ્યમાં  જ નહીં પરંતુ દેશભરમાં કોંગ્રેસને નબળું રાજકીય કહેવામાં આવશે.આખરે રાજકીય હંગામો થયા બાદ ધારાસભ્ય શકુંતલા સાહુએ તેમના ટ્વિટ પર અફસોસ વ્યક્ત કર્યો હતો

કેન્દ્ર સરકાર ની વેક્સિનેશન સંદર્ભે મહત્વકાંક્ષી યોજના. માત્ર 3 મહિના માં કરોડો ને વેક્સિન અપાશે. જાણો વિગત…

   ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ નેતાઓ તરફથી ભાજપના નેતાઓ પર અવાર નવાર આરોપ પ્રત્યારોપણ થતાંજ રહે છે.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *