ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૨ જૂન ૨૦૨૧
મંગળવાર
કૉન્ગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીની પત્રકાર પરિષદમાં રણદીપ સુરજેવાલાએ મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. સુરજેવાલાએ મીડિયાને કહ્યું હતું કે “દેશમાં વર્ષ 2012ના ફેબ્રુઆરી મહિનામાં એક દિવસ પોલિયોની સૌથી વધુ રસી લગાવાઈ હતી. એક જ દિવસમાં પોલિયોની રસી 17 કરોડથી વધારે બાળકોને આપવામાં આવી હતી.”
જોકેમનમોહન સિંહે ક્યારેય પોસ્ટરો લગાવ્યાં નહોતાં. દસ વર્ષ પછી પ્રોપેગેંડા અને કરોડો રૂપિયાની જાહેરાતના સહારે સરકાર જોર લગાવીને એક દિવસમાં માંડ ૮૦ લાખ રસી આપી શકે છે. આ અંગે એક જાણીતા પત્રકારે પણ સરકાર પર આકરા પ્રહારો કરતાં લેખાંજોખાં રજૂ કર્યાં હતાં. તેમણે કહ્યું હતું કે આ આંકડો વધારીને એક કરોડ સુધી પહોંચી ગયા હોય તો પણ મામૂલી જ છે. પોલિયોના રસીકરણ અભિયાન સામે તે ખૂબ જ ઓછો છે.
ઉલ્લેખનીય છે કે તેમણે ઉમેર્યું હતું કે ભારતે ન્યૂઝીલૅન્ડની તુલના કરવી જોઈએ નહિ. રસીકરણની જાહેરાત પાછળ કેટલો ખર્ચ કરવામાં આવ્યો છે. દરેક અખબારના પહેલા પાને જાહેરખબર હતી જેમાં મોદીજીને ધન્યવાદ આપવામાં આવ્યા હતા, પરંતુ સમગ્ર દુનિયામાં રસી મફતમાં આપવામાં આવે છે, તો પછી જાહેરાત પાછળ આ નાણાં કેમ વેડફવામાં આવ્યાં હતાં.