Site icon

રસીકરણની ઝડપ અંગે જાગ્યો વિવાદ; કૉન્ગ્રેસના આ નેતાએ વડા પ્રધાન પર નિશાન સાધતાં આપ્યું આ નિવેદન, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૨ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Community

મંગળવાર

કૉન્ગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીની પત્રકાર પરિષદમાં રણદીપ સુરજેવાલાએ મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. સુરજેવાલાએ મીડિયાને કહ્યું હતું કે “દેશમાં વર્ષ 2012ના ફેબ્રુઆરી મહિનામાં એક દિવસ પોલિયોની સૌથી વધુ રસી લગાવાઈ હતી. એક જ દિવસમાં પોલિયોની રસી 17 કરોડથી વધારે બાળકોને આપવામાં આવી હતી.”

જોકેમનમોહન સિંહે ક્યારેય પોસ્ટરો લગાવ્યાં નહોતાં. દસ વર્ષ પછી પ્રોપેગેંડા અને કરોડો રૂપિયાની જાહેરાતના સહારે સરકાર જોર લગાવીને એક દિવસમાં માંડ ૮૦ લાખ રસી આપી શકે છે. આ અંગે એક જાણીતા પત્રકારે પણ સરકાર પર આકરા પ્રહારો કરતાં લેખાંજોખાં રજૂ કર્યાં હતાં. તેમણે કહ્યું હતું કે આ આંકડો વધારીને એક કરોડ સુધી પહોંચી ગયા હોય તો પણ મામૂલી જ છે. પોલિયોના રસીકરણ અભિયાન સામે તે ખૂબ જ ઓછો છે.

કોરોનાની ત્રીજી લહેર અંગે કૉન્ગ્રેસે બહાર પાડ્યો ‘શ્વેતપત્ર’; વડા પ્રધાન પર નિશાન સાધતાં આપ્યાં આ સલાહ-સૂચન, જાણો વિગત

ઉલ્લેખનીય છે કે તેમણે ઉમેર્યું હતું કે ભારતે ન્યૂઝીલૅન્ડની તુલના કરવી જોઈએ નહિ. રસીકરણની જાહેરાત પાછળ કેટલો ખર્ચ કરવામાં આવ્યો છે. દરેક અખબારના પહેલા પાને જાહેરખબર હતી જેમાં મોદીજીને ધન્યવાદ આપવામાં આવ્યા હતા, પરંતુ સમગ્ર દુનિયામાં રસી મફતમાં આપવામાં આવે છે, તો પછી જાહેરાત પાછળ આ નાણાં કેમ વેડફવામાં આવ્યાં હતાં.

Nitish Kumar Cabinet: બિહારમાં મંત્રીમંડળની રચના: કયા પક્ષના કેટલા નેતાઓએ શપથ લીધા? નીતિશ સરકારની નવી ટીમના ચહેરા સામે આવ્યા
Nitish Kumar: ઘર, જમીન, ગાડીઓ… નીતિશ કુમાર, સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હાની કુલ સંપત્તિ કેટલી? જાણો કોણ છે વધુ ધનવાન
Al-Falah University: આતંકવાદ સાથે જોડાણ: અલ-ફલાહ યુનિવર્સિટીનો આ વિદ્યાર્થી અમદાવાદ, જયપુર અને ગોરખપુરમાં કરાવી ચૂક્યો છે ધમાકા
Aadhaar Card: આધાર કાર્ડમાં થશે મોટો ફેરફાર? ફોટોકોપીના દુરુપયોગને રોકવા માટે UIDAI નો મોટો નિર્ણય
Exit mobile version