Site icon

COP28 UAE : ઈઝરાયલના રાષ્ટ્રપતિ સાથે પ્રધાનમંત્રી શ્રીની બેઠક

COP28 UAE : બંને નેતાઓએ પ્રદેશમાં ચાલી રહેલા ઇઝરાયલ - હમાસ સંઘર્ષ પર વિચારોનું આદાનપ્રદાન કર્યું હતું. પ્રધાનમંત્રીએ 7 ઓક્ટોબરના રોજ થયેલા આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી હતી અને બંધકોને મુક્ત કરવાની ઘટનાને આવકારી હતી.

COP28 UAE Meeting of Prime Minister with the President of Israel

COP28 UAE Meeting of Prime Minister with the President of Israel

News Continuous Bureau | Mumbai

COP28 UAE : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 1 ડિસેમ્બર, 2023ના રોજ દુબઈમાં સીઓપી 28 સમિટની સાથે-સાથે ઈઝરાયલના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી આઇઝેક હર્ઝોગ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી.

Join Our WhatsApp Community

બંને નેતાઓએ પ્રદેશમાં ચાલી રહેલા ઇઝરાયલ – હમાસ સંઘર્ષ પર વિચારોનું આદાનપ્રદાન કર્યું હતું. પ્રધાનમંત્રીએ 7 ઓક્ટોબરના રોજ થયેલા આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી હતી અને બંધકોને મુક્ત કરવાની ઘટનાને આવકારી હતી.

પ્રધાનમંત્રીએ અસરગ્રસ્ત લોકો માટે માનવીય સહાય સતત અને સલામત રીતે પૂરી પાડવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે વાતચીત અને મુત્સદ્દીગીરી મારફતે બે રાજ્ય સમાધાન અને ઇઝરાયલ પેલેસ્ટાઇનના મુદ્દાના પ્રારંભિક અને ટકાઉ સમાધાન માટે ભારતના સમર્થન પર ભાર મૂક્યો હતો.

આ સમાચાર પણ વાંચો : COP28 UAE : પ્રધાનમંત્રી શ્રીની સંયુક્ત રાષ્ટ્રનાં મહાસચિવ સાથે બેઠક

રાષ્ટ્રપતિ હર્ઝોગે પ્રધાનમંત્રીને ભારતનાં જી20નાં પ્રમુખ પદની સફળતા પર અભિનંદન આપ્યાં હતાં અને ઇન્ડિયા-મિડલ ઇસ્ટ-યુરોપ ઇકોનોમિક કોરિડોરનાં શુભારંભને આવકાર આપ્યો હતો.

 

US shutdown: અમેરિકાની અર્થવ્યવસ્થા પર મોટો ખતરો: શટડાઉનને કારણે લાખો લોકો બેરોજગાર, GDP દરમાં નોંધપાત્ર ઘટાડો
Mahadev betting app: મહાદેવ એપ કેસમાં મોટો વળાંક: સર્વોચ્ચ અદાલતનો ED ને કડક નિર્દેશ, હવે શું કાર્યવાહી થશે?
Rahul Gandhi: રાહુલ ગાંધીના ‘H-Bomb’ બાદ હંગામો: ઇન્ટરનેટ યુઝર્સે શોધી કાઢી ‘સ્વીટી’, બ્રાઝિલિયન મોડેલે આખા મામલે શું કહ્યું?
CJI Bhushan Gavai: નવી ઇમારત જોઈ CJI લાલઘૂમ! બોમ્બે હાઈકોર્ટ પર કટાક્ષ: ‘આ ન્યાયનું મંદિર છે, કોઈ ૭ સ્ટાર હોટેલ નહીં…’, વિવાદનો વંટોળ
Exit mobile version