Site icon

COP28 UAE : પ્રધાનમંત્રીની સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ સાથે બેઠક

COP28 UAE : બંને નેતાઓએ તેમનાં વિસ્તૃત અને જીવંત દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી હતી. તેઓએ ઇઝરાઇલ-હમાસ સંઘર્ષ પર પણ અભિપ્રાયોનું આદાનપ્રદાન કર્યું હતું.

COP28 UAE Prime Minister's meeting with the President of the United Arab Emirates

COP28 UAE Prime Minister's meeting with the President of the United Arab Emirates

News Continuous Bureau | Mumbai

COP28 UAE : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 1 ડિસેમ્બર, 2023ના રોજ યુએઈમાં સીઓપી-28 સમિટની સાથે-સાથે સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ મહામહિમ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન સાથે મુલાકાત કરી હતી.

Join Our WhatsApp Community

પ્રધાનમંત્રીએ મહામહિમ શેખ મોહમ્મદ બિન ઝાયેદને સીઓપી-28 શિખર સંમેલન સફળતાપૂર્વક યોજવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે સીઓપી-28માં ગ્રીન ક્લાઇમેટ પ્રોગ્રામ (જીસીપી) પર ઉચ્ચ-સ્તરીય કાર્યક્રમનું સહ-આયોજન કરવા બદલ રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાનનો આભાર પણ માન્યો હતો.

બંને નેતાઓએ તેમનાં વિસ્તૃત અને જીવંત દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી હતી. તેઓએ ઇઝરાઇલ-હમાસ સંઘર્ષ પર પણ અભિપ્રાયોનું આદાનપ્રદાન કર્યું હતું.

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહ્યાનને આગામી મહિને ભારતમાં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ માટે આમંત્રણ આપ્યું હતું.

આ સમાચાર પણ વાંચો : COP28 UAE : પ્રધાનમંત્રીની સ્વિસ કોન્ફેડરેશનના પ્રમુખ સાથે મુલાકાત

Fast Track Immigration: વિદેશ યાત્રા કરતા લોકો માટે સારા સમાચાર, હવે લખનૌ સહિત દેશના 13 એરપોર્ટ પર ફાસ્ટ ટ્રેક ઇમિગ્રેશન સેવા ઉપલબ્ધ
PM Modi: PM મોદીએ મોરેશિયસના PM સાથે કરી મુલાકાત, જાણો બંને વચ્ચે કયા કરારો પર થયા હસ્તાક્ષર
ISIS: દેશમાં મોટું આતંકી કાવતરું થયું નિષ્ફળ, ૩ રાજ્યોમાંથી ISIS ના આટલા શંકાસ્પદ આતંકીઓની ધરપકડ
PM Modi: વારાણસીમાં PM મોદીનો પ્રવાસ; વોટ ચોરીના વિરોધમાં કોંગ્રેસ નેતા અજય રાય સહિત આટલા થી વધુ નેતાઓ થયા નજરકેદ
Exit mobile version