News Continuous Bureau | Mumbai
દેશના તમામ નાગરિકોને હવે ફ્રીમાં કોરોના(Corona)નો બૂસ્ટર ડોઝ(booster dose) મળશે.
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે(Union Minister Anurag Thakur) જણાવ્યું કે ભારતની આઝાદીના 75 વર્ષ નિમિત્તે 'આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત એક અભિયાન ચલાવવામાં આવશે.
આ અભિયાન હેઠળ 18થી વધુ વયના લોકો 15 જુલાઈથી 75 દિવસ સુધી સરકારી હોસ્પિટલોમાં ફ્રીમાં પ્રિકોશન ડોઝ(free precuation dose) લઈ શકશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આ અંગેના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : શ્રીલંકામાં સ્થિતિ વણસી- રાષ્ટ્રપતિના ભાગ્યા બાદ ઇમરજન્સીની જાહેરાત- લોકો ઉતરી આવ્યા રસ્તા પર