275
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૦ મે ૨૦૨૧
ગુરુવાર
બહુ જ ટૂંક સમયમાં કોરોનાનું ટેસ્ટિંગ માટે લૅબોરેટરીના ધક્કા નહીં ખાવા પડે. ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR)એ કોરોનાના ટેસ્ટિંગ માટે હોમ બેઝ્ડ ટેસ્ટિંગ કિટને મંજૂરી આપી દીધી છે. આ કિટ એક હોમ રેપિડ એન્ટિજન ટેસ્ટિંગ કિટ છે, જેનો ઉપયોગ ઓછાં લક્ષણ ધરાવતા અથવા કોરોનાથી સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવેલા લોકો કરી શકે છે. આ રેપિડ એન્ટિજન ટેસ્ટ માટે નાકથી સ્વૅબ લેવો પડશે. મહત્વની વાત એ છે કે ઘરમાં કરવામાં આવેલી આ તપાસનો અહેવાલ ઍપ્લિકેશનના માધ્યમથી ICMR સુધી પહોંચશે.
હાલ ભારતમાં માત્ર એક કંપનીને આ કિટ બનાવવા માટે મંજૂરી આપવામાં આવી છે.
You Might Be Interested In