ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,15 જાન્યુઆરી 2022
શનિવાર.
દેશમાં કોરોના સંક્રમણના કેસ રોકેટ ગતિએ વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોના કેસમાં વધારો નોંધાયો છે. ભારતમાં આજે કોરોનાના 2,68,833 નવા કોરોના પોઝિટીવ કેસ જોવા મળ્યા છે, જે શુક્રવારની સરખામણીએ 4,631 વધુ છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોના ના 2,68,833 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ સક્રિય કેસની સંખ્યા વધીને 14,17,820 થઈ ગઈ છે.. આ સાથે જ કુલ કેસની સંખ્યા વધીને 14,17,820 થઈ ગઈ છે. દેશમાં હાલમાં ડેલી પોઝિટિવિટી રેટ વધીને 16.66 ટકા થઈ ગયો છે. કોરોનાની સાથે સાથે દેશમાં ઓમિક્રોન ના કેસ પણ સતત વધી રહ્યા છે. હવે ઓમિક્રોનના કેસની સંખ્યા 6,000ને પાર થઈ ગઈ છે. અત્યાર સુધી દેશમાં ઓમિક્રોનના કુલ 6,041 કેસ આવી ચૂક્યા છે.
આ દરમિયાન 1,22,684 દર્દીઓ સ્વસ્થ થઈને ડિસ્ચાર્જ થયા છે. દેશમાં અત્યાર સુધી કુલ 3,49,47,390 દર્દી સ્વસ્થ થઈ ચૂક્યા છે. તેની સાથે જ ભારતમાં એક્ટિવ કેસની ટકાવારી 3.85 થઈ ગઈ છે. ત્યારે રિકવરી રેટ 94.83 ટકા થયો છે. હાલમાં દેશમાં 14.10 લાખ એક્ટિવ કેસ છે. ત્રીજી લહેરમાં પ્રથમ વખત એક્ટિવ કેસ 14 લાખને પાર થઈ ગયા છે.
કોરોનાના કુલ નવા કેસોમાંથી 52.97% નવા કેસ આ પાંચ રાજ્યોમાંથી આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ નવા કેસ નોંધાયેલા રાજ્યોમાં મહારાષ્ટ્ર ટોચ પર છે. અહીં કોરોનાના 43,211 નવા કેસ નોંધાયા છે. આ પછી કર્ણાટકમાં 28,723, દિલ્હીમાં 24,383, તમિલનાડુમાં 23,459 અને પશ્ચિમ બંગાળમાં 22,645 કેસ નોંધાયા છે.