ભારતમાં કુલ એક્ટિવ કેસમાં 83 ટકા એક્ટિવ કેસ 13 રાજ્યમાં છે. જ્યારે 10 જિલ્લામાં 24 ટકા એક્ટિવ કેસ છે. દેશમાં એક્ટિવ કેસનો આંકડો 37 લાખને પાર થઈ ગયો છે
આ રાજ્યમાં ગુજરાત સહિત, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, હરિયાણા, મધ્યપ્રદેશ અને બિહાર છે.
જ્યારે 10 એવા જિલ્લા છે, જ્યાં એક્ટિવ કેસ 24 ટકા છે. આ જિલ્લામાં બેંગલુરુ શહેર, પુણે, દિલ્હી, એર્નાકુલમ, નાગપુર, અમદાવાદ, થ્રીસુર, જયપુર, કોજહીકોડ અને મુંબઈનો સમાવેશ થાય છે.
