ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
30 નવેમ્બર 2020
દેશના આરોગ્ય પ્રધાન ડૉક્ટર હર્ષવર્ધને એેવો દાવો કર્યો હતો કે દેશના 97 ટકા વિસ્તારોમાં કોરોના ટેસ્ટ કરવાની સુવિધા પહોંચી ચૂકી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સમયસરના પગલાને કારણે આપણે અન્ય દેશોની તુલનાએ કોરોનાના ફેલાવા પર સારો કાબુ મેળવી લીધો છે. ભારતે લીધેલાં પગલાંની નોંધ દુનિયાભરના દેશોએ લીધી અને આપણા પ્રયાસોને બિરદાવ્યા છે.
અન્ય દેશોની તુલનાએ આપણે ત્યાં મૃત્યુદર ઓછો હોવાનું કહેવાય છે. એવું શાથી કહેવાય છે એવા સવાલનો જવાબ આપતાં ડૉક્ટર હર્ષવર્ધનએ કહ્યું કે આપણે ત્યાં વાસ્તવમાં મૃત્યુદર ઓછો છે. આપણે આખી દુનિયા સાથે આપણા રોજેરોજના આંકડા શૅર કરીએ છીએ. તેના પરથી પણ અંદાજો મેળવી શકાય છે.
આથી સરકાર આંકડા છૂપાવી રહી છે એમ માનવું યોગ્ય નથી. આંકડામાં ગોલમાલ થતી હોય એવું હું નથી કહેતો પરંતુ મારી જાણ મુજબ ભારત પૂરેપૂરી ઇમાનદારીથી કોરોના વિશેના આંકડા રજૂ કરતું રહ્યું છે. એક લેબોરેટરીથી શરૂ થયેલો કોરોના ટેસ્ટ ની ક્ષમતા આજે 2130 લેબોરેટરી સુધી પહોંચ્યો છે અને આજે રોજના સરેરાશ 10 લાખ લોકોના ટેસ્ટ કરી રહ્યા છીએ..
આમ હજુ પણ અન્યો દેશોની સરખામણીમાં ભારતની વસ્તી વધુ હોવા છાંટા આપણે 97 ટકા વિસ્તારના લોકોના કોરોના ટેસ્ટ કરવામાં સફળ થયાં છે.
