Site icon

દેશના 97 % વિસ્તારોમાં કોરોના ટેસ્ટની સુવિધા પહોંચી ગઈ છે : કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધનએ આપી ખાત્રી..

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

Join Our WhatsApp Community

30 નવેમ્બર 2020

દેશના આરોગ્ય પ્રધાન ડૉક્ટર હર્ષવર્ધને એેવો દાવો કર્યો હતો કે દેશના 97 ટકા વિસ્તારોમાં કોરોના ટેસ્ટ કરવાની સુવિધા પહોંચી ચૂકી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સમયસરના પગલાને કારણે આપણે અન્ય દેશોની તુલનાએ કોરોનાના ફેલાવા પર સારો કાબુ મેળવી લીધો છે. ભારતે લીધેલાં પગલાંની નોંધ દુનિયાભરના દેશોએ લીધી અને આપણા પ્રયાસોને બિરદાવ્યા છે.

અન્ય દેશોની તુલનાએ આપણે ત્યાં મૃત્યુદર ઓછો હોવાનું કહેવાય છે. એવું શાથી કહેવાય છે એવા સવાલનો જવાબ આપતાં  ડૉક્ટર હર્ષવર્ધનએ કહ્યું કે આપણે ત્યાં વાસ્તવમાં મૃત્યુદર ઓછો છે. આપણે આખી દુનિયા સાથે આપણા રોજેરોજના આંકડા શૅર કરીએ છીએ. તેના પરથી પણ અંદાજો મેળવી શકાય છે.

આથી સરકાર આંકડા છૂપાવી રહી છે એમ માનવું યોગ્ય નથી. આંકડામાં ગોલમાલ થતી હોય એવું હું નથી કહેતો પરંતુ મારી જાણ મુજબ ભારત પૂરેપૂરી ઇમાનદારીથી કોરોના વિશેના આંકડા રજૂ કરતું રહ્યું છે. એક લેબોરેટરીથી શરૂ થયેલો કોરોના ટેસ્ટ ની ક્ષમતા આજે 2130  લેબોરેટરી સુધી પહોંચ્યો  છે અને આજે રોજના સરેરાશ 10 લાખ લોકોના ટેસ્ટ કરી રહ્યા છીએ.. 

આમ હજુ પણ અન્યો દેશોની સરખામણીમાં ભારતની વસ્તી વધુ હોવા છાંટા આપણે 97 ટકા વિસ્તારના લોકોના કોરોના ટેસ્ટ કરવામાં સફળ થયાં છે.

Shashi Tharoor Convoy Attack: શશિ થરૂરના કાફલા પર હુમલો કરનાર એક શખ્સ ઝડપાયો, ગનમેન અને ડ્રાઈવર પર કરાયો પ્રહાર.
Good News from Hormuz: ચિંતા છોડો! હોર્મુઝથી ૭મું LPG ટેન્કર ભારત આવવા રવાના, ૫૮ હજાર મેટ્રિક ટન ગેસનો જથ્થો ટૂંક સમયમાં પહોંચશે
Indian Navy Mission: મુંબઈથી ‘સાગર’ મિશનનું પ્રસ્થાન: પડોશી દેશો સાથે મળીને ભારતીય નૌસેના સમુદ્રમાં રચશે નવો ઈતિહાસ
Flight Ticket Row:એરલાઈન્સ અને સરકાર આમને-સામને: ફ્યુઅલ સરચાર્જમાં વધારાથી મચ્યો બખેડો, ઉડ્ડયન મંત્રાલયે માંગી સ્પષ્ટતા
Exit mobile version