ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,22 જાન્યુઆરી 2022
શનિવાર
કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોન આવ્યા બાદ ફરી દેશમાં રસીકરણ રસીકરણની ગતિ વધારી દેવામાં આવી છે. આ સાથે જ કોરોના વેક્સીનેશનને લઈ કેન્દ્ર સરકારે નવી ગાઈડલાઈન બહાર પાડી છે. જે મુજબ હવે કોરોના સંક્રમણથી સાજા થયાના 3 મહિના બાદ જ વેક્સીન લાગશે. આ નિયમ બૂસ્ટર ડોઝમાં પણ લાગૂ થશે.
કેન્દ્ર સરકારે આ અંગે તમામ રાજ્યોને પત્ર લખી દિશા નિર્દેશ જાહેર કર્યા. જેમાં લખ્યું છે કે જે વ્યક્તિઓનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે તેમને સાજા થયાના 3 મહિના બાદ જ વેક્સીન આપવી. આ નિયમ કોરોનાના પહેલા અને બીજા ડોઝ તેમજ પ્રિકોશન ડોઝ પર પણ લાગુ પડશે. વૈજ્ઞાનિકોએ જે તારણ કાઢ્યા છે તેના આધારે નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
PM મોદીની જાહેરાત: અહીં મૂકાશે નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા, જાણો કોણ બનાવશે નેતાજીની પ્રતિમા
વાયરસના બચાવ માટે સરકાર ઘણા માધ્યમો દ્વારા જાગરૂકતા ફેલાવી રહી છે. તેવામાં લોકોના મનમાં સવાલ ઉઠી રહ્યો છે કે આખરે વેક્સીન લગાવવા કે કોરોના સંક્રમણથી સાજા થયા બાદ કેટલા મહિના સુધી ઇમ્યુનિટી એટલે કે એન્ટી બોડી શરીરમાં યથાવત રહે છે. લોકોના મનમાં ઉઠી રહેલા સવાલને લઈને આઈસીએમઆરના ડીજી બલરામ ભાર્ગવે જાણકારી આપી છે.
ઉલ્લેખનીય છે કે ત્રણ જાન્યુઆરીથી 15 થી 18 વર્ષના યુવાઓને પણ કોરોના વેકસીન આપવાની મંજૂરી અપાઈ છે. બીજી તરફ ઘરડા લોકો અને ફ્રન્ટ લાઈન વર્કર માટે પણ 10 જાન્યુઆરીથી પ્રિકોશન ડોઝ આપવાનું શરૂ કરાયુ છે.