Site icon

બાપરે! હવામાં 10 મીટર સુધી ફેલાઈ શકે છે કોરોનાનો વાયરસ; સંક્રમિત વ્યક્તિની ઉધરસ અને છીંકથી ફેલાઈ શકે છે વાયરસ; નવી ઍડ્વાઇઝરી બહાર પડી

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 20 મે 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

દિવસે ને દિવસે કોરોના વાયરસ વધુ ઘાતક બની રહ્યો છે, ત્યારે સરકારે કોવિડ-19 માટે એક નવી ઇઝી ટુ ફોલો ઍડ્વાઇઝરીબહાર પાડી છે. એમાં જણાવ્યા મુજબ કોરોના અસરગ્રસ્ત દર્દીની ઉધરસ અને છીંકથી દસ મીટર દૂર સુધી કોરોનાના વાયરસ ફેલાઈ શકે છે.

નવી ઍડ્વાઇઝરી મુજબ અસરગ્રસ્ત વ્યક્તિની છીંક અને ઉધરસ કોરોના ફેલાવાનું મુખ્ય કારણ બની શકે છે. એથી કોરોનાથી બચવા માટે ચહેરા પર નાક અને મોં ઢંકાય એ પ્રમાણે માસ્ક પહેરવો, સોશિયલ ડિસ્ટિન્સિંગનું પાલન કરવું, હાથ સતત સાફ રાખવા તો આવશ્યક છે, તેમ જ સફાઈની સાથે જરૂરી વેન્ટિલેશનની સગવડ પણ આવશ્યક છે.

ઍડ્વાઇઝરીમાં ફરી એક વખત વાયરસના ફેલાવા પર ભાર આપવામાં આવ્યો છે. અસરગ્રસ્ત દર્દીનાં નાક અને મોઢામાંથી નીકળેલા ડ્રૉપલેટ્સ આજુબાજુની સપાટી પર પડે છે. આ સપાટી પર વાયરસ લાંબા સમય સુધી રહેતો હોય છે. એથી એ જગ્યા પર અને ત્યાં રહેલી વસ્તુઓ જેવી કે દરવાજાના હૅન્ડલ, સ્વિચ બોર્ડ, ટૅબલ-ખુરશી અને ફ્લોરને સતત ડિસઇન્ફેક્ટ કરતાં રહેવું આવશ્યક છે.

Piyush Goyal on Fuel Supply: ભારતમાં પેટ્રોલ-ડીઝલ અને LPGની અછત નથી, મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે કેન્દ્રીય મંત્રીની મોટી સ્પષ્ટતા; વાંચો સરકારનો પ્લાન
Cancelled Train List April 2026: શું તમારી ટ્રેન પણ રદ થઈ છે? એપ્રિલ મહિનામાં ભોપાલ રૂટ પર મુસાફરી કરતા પહેલા વાંચી લેજો આ ન્યૂઝ; ગોંદિયામાં કામને લીધે ટ્રાફિક બ્લોક
Made in India Bullet Train: ભારતની પ્રથમ બુલેટ ટ્રેન હવે હશે ‘સ્વદેશી’! જાપાનને બદલે ભારતમાં જ બનશે હાઈ-સ્પીડ ટ્રેન સેટ; જાણો ક્યારે શરૂ થશે ટ્રાયલ.
LPG Shortage Crisis: LPG સંકટમાં મુંબઈના રેસ્ટોરન્ટ્સ ઘેરાયા! ૨૦% હોટેલ્સ પર લાગી શકે છે તાળા; NRAI ની એડવાઈઝરીથી ખળભળાટ
Exit mobile version