ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
નવી દિલ્હી.
20 જુન 2020
ચાઇનાના બીજિંગમાં હાલ ફરીથી કોરોના વાયરસનું સંક્રમણ ફેલાયું છે. 50 દિવસો બાદ ફરી ચીનમાં ફેલાયેલ આ વાયરસનું પગેરું મૂળ યુરોપના દેશોમાં હોવાનો દાવો સ્થાનિક ચીની અધિકારીઓએ કર્યો છે. ચીનમાં આવેલા સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન ના જણાવ્યા મુજબ પ્રાથમિક જિનેટિક સિક્વન્સ સ્તરે થયેલું સંશોધન બતાવે છે કે હાલ યુરોપમાં ફેલાયેલા વાયરસથી પણ આ વાયરસ થોડો જૂનો છે. વાયરસ મે મહિનાની શરૂઆતમાં બીજિંગમાં ફેલાવવાનું શરૂ થયું હતું. જેની જેનોમને WHO ને મોકલી આપવામાં આવી હોવાનું જણાવ્યું છે.
બીજિંગ ના સૌથી મોટા હોલસેલ માર્કેટમાં આટલી મોટી સંખ્યામાં વાઇરસના નમૂના મળી આવ્યા તે દર્શાવે છે કે આ વાયરસ મે મહિનાથી પણ પહેલાથી આ સ્થળે હતો. બીજિંગ માં હાલ કુલ 183 નવા કોરોના પોઝિટિવ કેસ મળી આવ્યા બાદ, બીજિંગમાં કડક પગલાં લઈ ફરી લોકડાઉન લાવવામાં આવ્યું છે..
બીજી બાજુ લંડનમાં ચાર દેશો ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ, વેલ્સ અને નોર્ધન આયર્લૅન્ડ ના ચીફ મેડિકલ ઓફિસરે કરેલી ભલામણ બાદ સિસ્ટમમાં ચાર નું લેવલ ઘટાડીને ત્રણ નંબર કરવામાં આવ્યું છે.
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com