Site icon

 શું ઈન્ડિયન મેડિકલ એશોશિએશનની ચેતવણી સામે સરકાર પગલા લેશે, દેશમાં ઓમિક્રોન મુદ્દે કોઈ યોગ્ય પગલાં ન લીધા તો ત્રીજી લહેર આવી શકે; આઈએમએ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 8 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

બુધવાર.                                                  

કોરોના વાઇરસનો ઓમિક્રોન વેરિયન્ટ મહારાષ્ટ્રમાં પણ ફેલાઈ ચૂક્યો છે. આ દરમિયાન વિદેશયાત્રાથી થાણે પરત આવેલા ૨૯૫ લોકોમાંથી ૧૦૯ લોકો ગુમ થયા છે. કલ્યાણ-ડોંબિવલી મ્યુ.પ્રમુખ વિજય સૂર્યવંશીએ જણાવ્યુ હતું કે તેમાંથી કેટલાક લોકોના મોબાઈલ ફોન સ્વિચ-ઓફ આવે છે, જ્યારે કેટલાક લોકો તો તેમના એડ્રેસ પર મળ્યા નથી. ગાઈડલાઇન્સ અનુસાર, 'જાેખમકારક' દેશોમાંથી આવનારા લોકોએ ૭ દિવસ સુધી ક્વોરન્ટીનમાં રહેવું પડશે અને ૮મા દિવસે તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવે છે. મધ્ય પ્રદેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. ૨૪ કલાકમાં ૧૬ નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. ૧૦ દિવસ પછી ઈન્દોરમાં સૌથી વધારે ૮ કોરોનાના કેસ નોંધાયા છે. ભોપાલમાં ૬ કોરોના પોઝિટિવ નોંધાયા છે. અહીં એક ૮૪ વર્ષના કોરોના સંક્રમિત મહિલાનું મોત થયું છે. જ્યારે જબલપુરમાં ૨ નવા કેસ આવ્યા છે. જબલપુર ટૂરિઝમ પ્રમોશન ઓફ કાઉન્સિલના સીઈઓ હેમંત સિંહના દિકરાના લગ્નમાં જર્મન યુવકને કોરોના પોઝિટિવ થયો હતો. રિસેપ્શનમાં ૨૦૦૦ લોકો સામેલ થયા હચા. રાજ્યમાં સોમવારે ૧૩ દર્દીઓ સાજા થયા છે. તેથી હવે એક્ટિવ દર્દીઓની સંખ્યા ૧૪૦ થઈ ગયા છે.ઓમિક્રોન સંક્રમિત થયેલા બેંગલુરુના ડોક્ટરનો કોરોના ટેસ્ટ ફરી પોઝિટિવ આવ્યો છે. ડોક્ટરમાં સંક્રમણનો ખુલાસો થયાના સાત દિવસ પછી ફરી ઇ્‌-ઁઝ્રઇનો ટેસ્ટ કરવામાં આવ્યો છે. હવે વધુ સાત દિવસ સુધી ડોક્ટરને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે. ત્યારપછી ફરી એક વાર તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે. ઇ્‌-ઁઝ્રઇ ટેસ્ટ નેગેટિવ આવ્યા પછી જ તેમને ડિસ્ચાર્જ કરવામાં આવશે. નોંધનીય છે કે, કર્ણાટકમાં જ દેશના ઓમિક્રોનના પહેલાં બે કેસ આવ્યા હતા.ઈન્ડિયન મેડિકલ એસોસિયેશનએ ઓમિક્રોનના વધતા કેસ વિશે ચિંતા વ્યક્ત કરી છે. આઈએમએએ સરકાર સમક્ષ માંગણી કરી છે કે, કોરોના વોરિયર્સ માટે વેક્સિનના બુસ્ટર ડોઝને મંજૂરી આપવી જાેઈએ. દેશમાં ઓમિક્રોનના અત્યાર સુધીમાં ૨૧ કેસ મળ્યા છે.આઈએમએએ કહ્યું છે કે, ઓમિક્રોનનો સંક્રમણ દર ઘણો ઉંચો છે. સમયસર યોગ્ય પગલાં ના લીધા તો તે કોરોનાની જાેખમી લહેર લાવી શકે છે. ગોવામાં કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોનના ૫ શંકાસ્પદ કેસ મળ્યા છે. આ તમામ વેપારી જહાજ દ્વારા ગોવા આવ્યા છે. તેમને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. રાજ્યના આરોગ્યમંત્રી વિશ્વજિત રાણેએ જણાવ્યું હતું કે હું ગોવાના લોકોને જણાવવા માગું છું કે એક જહાજના ૫ ક્રૂ-મેમ્બર્સને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. તેમને ઓમિક્રોન વાઇરસથી સંક્રમણ લાગ્યું હોવાની આશંકાએ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. તેમનાં સેમ્પલ જીનોમ સિક્વેસિંગ માટે પુણે મોકલવામાં આવ્યાં છે. રિપોર્ટની રાહ જાેવાઇ રહી છે. લોકોએ ગભરાવાની જરૂર નથી. વાઇરસના સંક્રમણથી બચવા માટે બધા સાવધાન રહે. તમને જણાવી દઈએ કે અત્યારસુધી આ વેરિયન્ટના ૨૪ કેસ નોંધાયા છે. ઓમિક્રોનથી સંક્રમિત લોકો કર્ણાટક, મહારાષ્ટ્ર, રાજસ્થાન, દિલ્હી અને ગુજરાતમાં જાેવા મળ્યા છે.મહારાષ્ટ્રમાં સોમવારે કોરોના વાઇરસના નવા વેરિયન્ટ ઓમિક્રોનના વધુ ૨ કેસની પુષ્ટિ થઈ છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ કેસની સંખ્યા ૧૦ થઈ ગઈ છે. આ સાથે જ દેશભરમાં એના કેસ વધીને ૨૪ થઈ છે. મહારાષ્ટ્ર સરકારે જણાવ્યું હતું કે રાજ્યની એક ૩૭ વર્ષીય વ્યક્તિમાં ઓમિક્રોન વેરિયન્ટની પુષ્ટિ થઈ છે. એ ૨૫ નવેમ્બરે દક્ષિણ આફ્રિકાથી પરત આવ્યો હતો. જ્યારે બીજા કેસની પુષ્ટિ અમેરિકાથી પરત આવેલા ૩૬ વર્ષીય એક મહિલામાં થઈ છે. આ બંને મિત્રો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. બંને ફાઇઝરની વેક્સિન લીધા બાદ પણ સંક્રમિત થયા છે. બંનેની સારવાર મુંબઈની ૭ હિલ્સ હોસ્પિટલમાં ચાલી રહી છે. તેમના સંપર્કમાં આવેલા લોકોની ઓળખ કરી લેવામાં આવી છે.

 

અરે વાહ, વિશ્વની શસ્ત્ર ઉત્પાદક કંપનીઓના લિસ્ટમાં ભારતની આ ૩ કંપનીનોથયો સમાવેશ; અમેરિકાએ ડ્રેગનને પછાડ્યો

Bihar Assembly Elections 2025: બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામ: સાંજે 6 વાગ્યે BJP મુખ્યાલય જશે PM નરેન્દ્ર મોદી, કાર્યકર્તાઓને સંબોધિત કરશે.
Bihar Election Results: બિહાર ચૂંટણીના પરિણામો 2025: મહારાષ્ટ્રમાં મદદે આવી લાડકી બહેન; બિહારમાં પણ NDAને મહિલાઓનો જ સહારો.
Jawaharlal Nehru Birth Anniversary: PM મોદીએ પૂર્વ PM જવાહરલાલ નહેરુને તેમની ૧૨૫મી જયંતિ પર શ્રદ્ધાંજલિ આપી
Doctor Umar Mohammad: સુરક્ષા દળોનું મોટું એક્શન: પુલવામામાં દિલ્હી ધમાકાના ગુનેગાર ડૉ. ઉમરનું ઘર ‘બ્લાસ્ટ’થી ઉડાવી દેવાયું!
Exit mobile version