ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
29 જુન 2020
ચીન હવે કોરોના વાયરસના ચેપના બીજા તબક્કાને છુપાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. પાટનગર બેઇજિંગમાં, કોરોના વાયરસથી અસરગ્રસ્ત, લગભગ પાંચ લાખ લોકો હજી પણ ઘરોમાં કેદ છે. જ્યારે પાટનગરને અડીને આવેલાં વિસ્તારોમાં કોરોના વાયરસના ચેપથી હાલત વધુ નાજુક હોવાનું કહેવાય છે.
તપાસણી દરમિયાન આરોગ્ય અધિકારીઓને કોરોના વાયરસના નવા ક્લસ્ટરો મળ્યાં હતાં. એવું કહેવામાં આવી રહ્યું છે કે વુહાનમાં હતી એવી જ ચેપની સ્થિતિ બીજિંગમા જોવા મળી છે.. કોરોના વાયરસના ચેપના ફેલાવાનાં બીજા તબક્કામાં અત્યાર સુધી 311 નવા કેસ નોંધાયા છે. જેને કારણે, જથ્થાબંધ બજારો અને જાહેર પરિવહન હજી પણ બંધ જ રહેશે.
ચીન સરકારના મુખપત્ર 'ગ્લોબલ ટાઇમ્સ'ના જણાવ્યા અનુસાર, "સીડીસીના વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે બીજિંગના ઝીનફાદી માર્કેટમાં ફેલાયેલાં કોરોના વાયરસના જિનોમ સિક્વન્સિંગને તપાસતાં બહાર આવ્યું છે કે તે ચેપ યુરોપથી આવ્યો છે. ચીનના સંશોધનકારોએ દાવો કર્યો હતો કે ચેપ બહારના વાઈરસથી જ ફેલાય છે. આમ ચીન બીજા તબક્કામાં ફેલાયેલાં સંક્રમણને છુપાવવાના તમામ પ્રયત્નો કરી રહ્યું છે….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com