ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 11 ડિસેમ્બર 2021
શનિવાર
ભારતના 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશના 27 જિલ્લામાં કોરોનાના કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો હોવાથી સરકારની ચિંતા વધી છે.
કેન્દ્ર સરકારે રાજ્યોને પત્ર લખીને કોવિડ ક્લસ્ટર મળે તો નાઈટ કર્ફ્યુ, લોકોના ભેગા થવા પર પ્રતિબંધ, વિવાહ અને અંતિમ સંસ્કારમાં સામેલ થનાર લોકોની સંખ્યા ઓછી કરવાનો નિર્દેશ આપ્યો છે.
સરકારે જે રાજ્યોને નિર્દેશ આપવામાં આવ્યા છે તેમાં કેરળના અને મહારાષ્ટ્રના તથા ગુજરાતના જિલ્લા સામેલ છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા 14 દિવસમાં 10 હજારથી પણ ઓછા કોરોના કેસ નોંધાયા છે. કેરળ અને મહારાષ્ટ્રમાં મોટી સંખ્યામાં સક્રિય કેસ છે.