News Continuous Bureau | Mumbai
રેલ મુસાફરી(Railway)માં કોરોના પ્રોટોકોલ(Covid Protocol)ની ફરી પાછો વાપસી થઈ છે. કોરોનાના વધતા જતા કેસોને જોતા રેલ્વે(Railway)એ ફરી મુસાફરો માટે ટ્રેનમાં મુસાફરી કરતી વખતે માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે. રેલવે બોર્ડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર નીરજ શર્મા(Neeraj Sharma)એ તમામ ઝોનના ચીફ કોમર્શિયલ મેનેજરને પત્ર મોકલીને બોર્ડની સૂચનાઓથી માહિતગાર કર્યા છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે ટ્રેનમાં મુસાફરી કરતી વખતે માસ્ક પહેરવાનું ફરજિયાત છે. કોવિડ પ્રોટોકોલ(Covid Protocol)નું પાલન કરવામાં આવે.
રેલ્વેએ કહ્યું છે કે કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને આરોગ્ય મંત્રાલય દ્વારા 22 માર્ચે કોવિડને લઈને જારી કરાયેલ SOPનું પાલન કરવું જોઈએ. એટલું જ નહીં, જો મુસાફરો માસ્ક(Mask mandatory) વિના મુસાફરી કરતા જોવા મળે તો આવા મુસાફરોને દંડ થઈ શકે છે. લોકોને માસ્ક પહેરવા માટે કહેવામાં આવ્યું છે. રેલવે બોર્ડે તમામ ટ્રેનો અને સ્ટેશન પરિસરમાં મુસાફરો માટે માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે. રેલવે સ્ટાફને પણ માસ્ક પહેરવાનું કહેવામાં આવ્યું છે. આ અંગે જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : અરેરેરે.. નવી મુંબઈવાસીઓનું એસી લોકલનું સુખ છીનવાયું. હાર્બર લાઈનમાં એસી લોકલ થશે બંધ. જાણો વિગતે.
ઉલ્લેખનીય છે કે કોરોનાના કેસ (Covid case)ઘટ્યા બાદ રેલવેએ માસ્ક ની અનિવાર્યતા હટાવી દીધી હતી. જે બાદથી, રેલ્વે મુસાફરો માસ્ક વિના ટ્રેનમાં મુસાફરી(Train travelling) કરી શકતા હતા. તે જ સમયે, માસ્ક ઉપરાંત, પહેલાની જેમ રેલ્વેમાં પેન્ટ્રી અને પથારી આપવાનું પણ નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ હવે દેશમાં કોરોનાના વધતા કેસને જોતા રેલ્વે ફરી એક વાર કોવિડ પ્રોટોકોલ લાગુ કરી રહ્યું છે. આ જ ક્રમમાં માસ્ક પહેરીને મુસાફરી કરવાનું ફરજિયાત કર્યું છે.