ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
10 જુન 2020
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસનો આંકડો 9985 પર પહોંચ્યો છે. દર્દીની સંખ્યા વધીને કૂલ 2.76 લાખ સુધી પહોંચી છે. પરંતુ રાહતની વાત એ છે કે એક્ટિવ કેસોની સંખ્યામાં સારવાર લઇ સારા થયેલા દર્દીઓની સંખ્યા વધી રહી છે. દેશમાં આજની તારીખે 13363 લોકો કોરોના પોઝીટીવ છે. જ્યારે કુલ 135206 લોકો આ સુધી સારવાર લઈને સારા થઈ ચૂક્યા છે. વાત કરીએ પાછલા 24 કલાકમાં તો 279 લોકોના મોત થયા છે. અને આમ દેશમાં કુલ મૃત્યુ આંક 7745 પહોંચ્યો છે. ઉપરોક્ત તમામ માહિતી કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવી છે..
નોંધપાત્ર વાત એ છે કે હાલ સૌથી વધુ કોરોનાના દર્દીઓની સંખ્યા મહારાષ્ટ્રમાં છે જે 90000 સુધી પહોંચી ગઈ છે. જેમાંથી 44860 એક્ટિવ કેસ છે અને કુલ 3289 લોકોના મોત નોંધાયા છે…
