ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યૂરો
મુંબઇ
27 ઓગસ્ટ 2020
લગભગ એક અબજ વસ્તી સાથે હિન્દુ ધર્મ દુનિયામાં ત્રીજો મોટો ધાર્મિક સમુદાય છે. સમગ્ર દુનિયામાં આશરે ૧૪ ટકા હિન્દુ છે. વસ્તીની દ્રષ્ટિએ ભારત (૭૯.૮ %) પ્રથમ ક્રમે છે, ત્યારબાદ ટકાવારીમાં નેપાળ (૮૧.૩૦%) અને મોરિશિયસ છે. વિશ્વની કુલ વસ્તીના લગભગ ૧૫-૧૬ % વસ્તી હિંદુ ધર્મના અનુયાયીઓની છે.
એક અંદાજ મુજબ ૬ થી ૭ કરોડ હિન્દુઓ ભારતની બહાર રહે છે. હિંદુઓની વસ્તી મુખ્યત્વે નેપાળ, ગુઆના, ફીજી, ત્રિનીદાદ, આફ્રિકા, ટોબેગો, સુરીનામ માં પણ હિન્દુઓ અલ્પ્સંખ્યકોમાં પરંતું મોટા જુથોમાં રહે છે.
વાત કરીએ પાકિસ્તાનની તો ત્યાં હિંદુઓની વસ્તી દેશની કુલ વસ્તીના આશરે ૧.૯૨ % છે. ઇસ્લામ પછી પાકિસ્તાનમાં હિંદુ ધર્મ બીજા ક્રમનો સૌથી મોટો ધર્મ છે.
ટકાવારીમાં વાત કરીએ તો..
ભારત ૭૯.૮૦ %
નેપાળ ૮૧.૩૦ %
યુ કે. ૦૧.૭૦ %
યુ એસ ૦.૭૦ %
શ્રીલંકા ૧૨.૬૦ %
ભૂતાન ૨૨.૬૦ %
ફીજી ૨૭.૭૦ %
અહીં નોંધવા જેવી વાત એ છે કે આજે વિશ્વમાં
ખ્રિસ્તી દેશો ૧૧૨
ઇસ્લામિક દેશો. ૫૩
બુદ્ધિસ્ટ દેશો ૧૨
યહૂદી દેશ ૦૧ છે.
આશ્ચર્ય ની વાત એ છે કે કરોડો હિંદુઓ હોવા છતાં વિશ્વમાં એક પણ હિંદુ રાષ્ટ્ર નથી…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com