Site icon

પૈસા ન હોવાને કારણે આ દેશની ૬૦ ટકા ગરીબ જનતાને વર્ષ 2023 સુધી વેક્સિન માટે રાહ જોવી પડશે..

ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.
મુંબઈ, 26 એપ્રિલ 2021.
સોમવાર.
     કોરોના મહામારીને કારણે વિશ્વ અત્યારે ત્રણ ભાગમાં વહેંચાઇ ગયું છે. એક ભાગમાં અતિ ધનાઢ્ય દેશ ઇંગ્લેન્ડ અને અમેરિકા. બીજા ભાગમાં ભારત અને બ્રાઝિલ જેવા મધ્યમવર્ગીય દેશ કે જેમના માથે આર્થિક સંકટ તોળાઈ રહ્યું છે. જ્યારે ત્રીજા ભાગમાં આફ્રિકન અને એશિયાના ગરીબ દેશોનો સમાવેશ થાય છે. અમેરિકા અને યુરોપ જેવા સંપન્ન દેશોએ પોતાની પાસે 53 ટકા કોરોના વેક્સિન પુરવઠો સાચવીને રાખ્યો છે. જ્યારે ભારત અને બ્રાઝિલ જેવા મોટા દેશોમાં જનસંખ્યા વધારે હોવાથી ત્યાં વેક્સિનની અછત સર્જાય છે. ત્યાં આફ્રિકા અને એશિયા ખંડના ગરીબ દેશોની પરિસ્થિતિ એટલી વિકટ છે કે, પૈસા ન હોવાને કારણે એ દેશના 60 ટકા ગરીબ નાગરિકોએ કોરોના વેક્સિન મેળવવા માટે વર્ષ 2023 સુધી રાહ જોવી પડશે.


    અમેરિકા અને યુરોપ જેવા દેશોમાં જ્યાં જનસંખ્યા ભારત અને બ્રાઝિલ જેવા દેશોની સરખામણી એ ઓછી છે,તેવા દેશમાં 53 ટકા રસીનો પુરવઠો રાખવાનો કોઈ અર્થ નથી, તે છતાં તેમણે તેમની પાસે કોરોના રસીનો પુરવઠો સાચવી રાખ્યો છે. આફ્રિકા અને એશિયાના ગરીબ દેશોની પરિસ્થિતિ 'ન ઘરકા ન ઘાટકા,' જેવી દયનીય હોવાથી તેઓએ સંયુક્ત રાષ્ટ્રસંઘ અને ધનાઢ્ય દેશો પાસેથી રસી માટે હાથ લંબાવવાનો વખત આવ્યો છે.

Join Our WhatsApp Community

નડિયાદના 125 વર્ષ જૂના અ. સૌ. ડાહીલક્ષ્મી પુસ્તકાલય નો આજે જન્મદિવસ. જાણો આ પુસ્તકાલય વિશે ની મહત્વપૂર્ણ અને રોચક બાબતો

   ઉલ્લેખનીય છે કે, ઈઝરાયેલના 60% નાગરિકોએ કોરોનાની રસી નો પહેલો ડોઝ અને 58% નાગરિકોને કોરોનાની બીજી રસીનો ડોઝ લઈ લીધો છે. બ્રિટનમાં 50% નાગરિકોએ પહેલો ડોઝ અને 16% નાગરિકોએ બીજો ડોઝ લઈ લીધો છે.
 અમેરિકાના 41% લોકોએ રસી નો પહેલો ડોઝ અને 26% લોકોએ રસીનો બીજો ડોઝ લઈ લીધો છે. 
જ્યારે સૌથી વધારે કોરોના વેક્સિનના ઉત્પાદક એવા ભારત દેશમાં ફક્ત આઠ ટકાથી પણ ઓછા લોકોએ કોરોના રસી નો પહેલો ડોઝ લીધો છે અને એક ટકાથી પણ ઓછા લોકોએ વેક્સિનનો બીજો ડોઝ લીધો છે.

Earthquake: દિલ્હીમાં ભૂકંપના આંચકાથી ફફડાટ: સવારે 8:44 વાગ્યે ધ્રૂજી ઉઠી રાજધાની; જાણો ક્યાં હતું કેન્દ્રબિંદુ.
77th Republic Day: ભારતના 77મા ગણતંત્ર દિવસ પર આ વખતે બે ‘ચીફ ગેસ્ટ’: યુરોપિયન યુનિયનના ટોચના નેતાઓ આવશે ભારત, FTA પર થઈ શકે છે મોટી જાહેરાત.
I-PAC Raid Case: મમતા સરકારની અરજી ફગાવી, ED અધિકારીઓ વિરુદ્ધની FIR પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક; દેશમાં અરાજકતા અંગે કરી મોટી ટિપ્પણી
PM Modi Wishes: વડાપ્રધાન મોદીએ મકર સંક્રાંતિ, ઉત્તરાયણ અને માઘ બિહુની પાઠવી હાર્દિક શુભેચ્છાઓ; દેશમાં સમૃદ્ધિની કરી મંગલકામના.
Exit mobile version