Site icon News Continuous Bureau | Mumbai

લગ્નના દિવસે જ નવોઢા કોરોના સંક્રમિત.. દંપતીએ PPE કીટ પહેરી ‘કોવિડ સેન્ટર’માં કર્યા લગ્ન ..

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
07 ડિસેમ્બર 2020

જીવલેણ કોરોના વાઈરસ એક તરફ જ્યાં લોકોને ઘરોમાં કેદ થવા માટે મજબૂર કરી રહ્યો છે, ત્યાં બીજી તરફ મહામારી વચ્ચે લગ્નનું આયોજન કરવું પણ એક મોટા પડકાર સમાન બની રહ્યું છે. રાજસ્થાનના બારાંના કેલવાડા કોવિડ સેન્ટરમાં એક યુગલે PPE કિટ પહેરીને લગ્ન કર્યા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. 

Join Our WhatsApp Channel

લગ્નના દિવસે જ કન્યાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ વર-કન્યા બન્નેએ PPE કિટ પહેરીને લગ્ન કર્યા હતા. આ અજીબ લગ્નનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. લગ્ન કરાવતા બ્રાહ્મણ મંત્રોચ્ચાર કરતા સંભળાઈ રહ્યા છે. આમ તારીખ અને મુર્હત સાચવવા સરકારના પ્રોટોકોલ્સ મુજબ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.

India Deep Ocean Mining Mission ભારતે સમુદ્રના પેટાળમાં મોટા પાયે ખોદકામની તૈયારી આદરી ₹૧૫,૦૦૦ કરોડનો જંગી ખર્ચ, પણ આખરે કેમ?
Indian Navy Pakistan Warship ‘સમુદ્રમાં બિનવ્યાવસાયિક વર્તણૂક’ ભારતીય યુદ્ધજહાજ સાથે ટક્કર મામલે ભારતે પાકિસ્તાનને પરખાવ્યા આકરા વેણ
Indian Navy Simulator Video પાકિસ્તાની યુદ્ધજહાજે ભારતીય વોરશિપને કેવી રીતે મારી ટક્કર? નેવી સિમ્યુલેટર ટ્રેનિંગનો વીડિયો વાયરલ
Mamata Banerjee New Names And Symbols TMC વિવાદમાં ECનો મોટો નિર્ણય મમતા દીદી ને મળ્યું ‘ફૂટબોલ પ્લેયર’ નિશાન, ઋતબ્રત બેનરજી જૂથને શું મળ્યું?
Exit mobile version