ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
18 ફેબ્રુઆરી 2021
દેશમાં કોરોનાના નવા વેરિયેન્ટથી ચેપગ્રસ્ત દર્દીઓ મળી આવ્યા બાદ નાગરિક ઉડ્ડયન મંત્રાલયે વિદેશથી માટે નવી માર્ગદર્શિકા જારી કરી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે નવી ગાઇડલાઇન 22 ફેબ્રુઆરીના રોજ રાત્રે 11:59 વાગ્યાથી અમલમાં આવશે. કોરોનાવાયરસ ના નવા સ્ટ્રેન વાયરસના સંક્રમણ ને ધ્યાનમાં રાખીને, ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) એ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ 28 ફેબ્રુઆરી સુધી લંબાવી દીધો હતો.
-
દિશા નિર્દેશ મુજબ ભારતમાં યાત્રાની યોજના બનાવતી વખતે નિયમોનું પાલન, વિમાન પર સવાર થતા પહેલા નિર્દેશોનું પાલન અને યાત્રા દરમ્યાન તથા આગમન બાદ નીયમોનું પાલન કરવું પડશે.
-
મુસાફરી કરતા પહેલા એર સુવિધા પોર્ટલ પર સેલ્ફ ડિકલેરેશન ફોર્મ સબમિટ કરવું પડશે.
-
કોવિડની નેગેટીવ આરટી-પીસીઆર ટેસ્ટ રીપોર્ટ પણ જમા કરાવી પડશે. આ રીપોર્ટ 72 કલાકથી વધુ જૂની ન હોવી જોઈએ.
-
મુસાફરોએ તેમની એરલાઇન્સ દ્વારા એર સુવિધા પોર્ટલ અથવા ઉડ્ડયન મંત્રાલયને બાંયધરી આપવી પડશે કે, જો જરૂર પડે તો તેઓ 14 દિવસના હોમ ક્વારેન્ટાઇન અથવા સેલ્ફ હેલ્થ મોનિટરિંગના નિર્ણયને સ્વીકારશે.
-
ભારત આવતાંની સાથે જ તમામ મુસાફરોનું થર્મલ સ્ક્રિનીંગ કરવામાં આવશે અને જે લોકોમાં લક્ષણો જોવા મળશે તો તરત જ તેમને આઇસોલેટ કરવામાં આવશે.
-
બ્રિટન, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકાથી આવનારા મુસાફરો અથવા ત્યાંથી કનેક્ટિંગ ફ્લાઇટ્સ લેનારા લોકોએ તેમના સેમ્પલ એરપોર્ટ પર આપવાના રહેશે અને તપાસ રિપોર્ટ નેગેટિવ હશે ત્યારે જ તે બહાર નીકળી શકશે. આમાં છથી 8 કલાકનો સમય લાગી શકે છે.
-
જોકે જાહેર થયેલા દિશા નિર્દેશોમાં એ લોકોને રાહત અપાઇ છે જે પોતાના પરિવારમાં કોઇ સભ્યના મૃત્યુના કિસ્સામાં ભારત આવતા હોય. આવા લોકોને RT-PCR રિપોર્ટ આપવાની જરૂર રહેશે નહીં.
નોંધનીય છે કે દેશમાં અત્યાર સુધીમાં 187 લોકોમાં બ્રિટનનો, 4 લોકોમાં દક્ષિણ આફ્રિકાનો અને એકમાં બ્રાઝિલનો કોરોનાનાં નવો સ્ટ્રેન હોવાનું જાણવા મળ્યું છે.