ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
નવી દિલ્હી
31 જુલાઈ 2020
લોકડાઉનની સારી અસર પણ સમાજ પર જોવા મળી રહી છે. મહામારી બાદ એક લાખથી વધારે લોકોએ ધુમ્રપાન, માવા, ગુટકા તેમજ અન્ય નશો છોડ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે.
નુકશાન બધા જાણે છે પરંતુ સ્મોકિંગની આદત છોડવી અઘરું કામ છે. સિગારેટ પીનારા તેમજ માવા-ગુટકા ખાનારાના સ્વાસ્થ્યને તો હાનિકારક છે જ પરંતુ, કોરોના દરમિયાન ધુમ્રપાન કરવું રોગને આમંત્રણ આપવા જેવું છે. ગુટકા અને ધુમ્રપાનથી ફેફસામાં તકલીફ અને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી શકે છે. ડબલ્યુ.એચ.ઓ એ જૂન માસમાં જાહેર કર્યું હતું કે "કોવિડ 19 ના કેસ અને મૃત્યુ સાથે ધુમ્રપાન સંકળાયેલું છે. સ્મોકિંગથી ફેફસાની ક્ષમતા ઓછી થઇ જાય છે અને ફેફસાંનું ઇન્ફેક્શન થવાની શક્યતા વધુ રહે છે."
ASH– 'એક્શન ઓન સ્મોકિંગ એન્ડ હેલ્થ' ના સર્વે અનુસાર કોરોનાની મહામારી ફેલાયા બાદ એક લાખથી વધારે લોકોએ સ્મોકિંગની આદત છોડી દીધી છે. છેલ્લા ચાર મહિનામાં 41 ટકા લોકોએ ગુટકા અને અન્ય નશા છોડ્યા છે. ડબલ્યુ.એચ.ઓ ના જણાવ્યા મુજબ સ્મોકિંગ તમારી સાથે તમારા કુટુંબીજનોને પણ અવળી અસર કરે છે.
તમાકુ ની પ્રોડક્ટ જે વસ્તુઓના મિશ્રણ દ્વારા તૈયાર કરવામાં આવે છે તેમાં માત્ર ને માત્ર કેમિકલ્સ ભરેલાં હોય છે. તમાકુના ધુમાડામાં જ સાત હજારથી વધારે રસાયણો રહેલા હોય છે. જેમાં ઓછામાં ઓછા 250 જોખમી અને 69 કેમિકલ એવા હોય છે જે કેન્સરનું કારણ બને છે.. ઓછા ટારવાળી સિગારેટ પણ અન્ય સિગારેટની જેમ જ જોખમી પુરવાર થઇ છે.. સ્મોકિંગથી ફેફસાંનું ઇન્ફેક્શન, કેંસર, આંધળાપણું, નપુંસકતા જેવી ઘણી બીમારીઓ થાય છે. આથી કોરોના લોકડાઉન કાળમાં જો તમારે નશો છોડવો હોય તો સૌથી ઉત્તમ પિરિયડ હોવાનું નિષ્ણાંતો ની રાય છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com