ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
18 ઓગસ્ટ 2020
કોરોના મહામારી સામે લડવા માટે કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કેયર્સ ફંડની રચના કરી હતી. આ ફંડમાં દેશના ખુણે ખુણેથી કરોડો રૂપિયાનું દાન આવ્યું છે. પરંતુ સરકાર વિરોધીઓ દ્વારા આ ફંડ પર પ્રશ્નો ઉઠાવવમાં આવી રહ્યા છે. ત્યારે હવે પીએમ કેયર્સ ફંડને સુપ્રિમ કોર્ટે ક્લિનચીટ આપી દીધી છે.
સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું છે કે, પીએમ કેયર્સ ફંડના નાણા એનડીઆરએફમાં ટ્રાન્સફર કરવાની જરૂર નથી. કારણ કે પીએમ કેર્સ ફંડ અને એનડીઆરએફ બે અલગ-અલગ ફંડ છે, તેથી કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા બંને સ્થળે દાન કરી શકે છે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું હતું કે સરકાર પીએમ કેયર્સ ફંડની રકમ યોગ્ય સ્થાને સ્થાનાંતરિત કરવા માટે સ્વતંત્ર છે કારણ કે આ બંને ભંડોળ જુદા છે.
નોંધનીય છે કે 17 જૂને સુપ્રીમ કોર્ટે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટીગેશન (સીપીઆઈએલ) દ્વારા દાખલ કરેલી પીઆઈએલ અંગેનો ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. આ અરજીમાં પીએમ કેયર્સ ફંડમાં જમા કરાયેલ નાણાને રાષ્ટ્રીય આપત્તિ રાહત ફંડ એનડીઆરએફ ફંડમાં ટ્રાન્સફર કરવાની માંગ કરવામાં આવી હતી. સાથોસાથ આ ફંડમાં CSR ના નાણા જમા કરાવવા અંગે પણ આપત્તિ વ્યક્ત કરવામાં આવી હતી. જોકે, તમામ દલીલ સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે તમામ માંગોને ફગાવી દીધી છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com