Site icon

દેશમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે, આ રાજ્યમાં છે સૌથી વધુ સક્રિય કેસ- આરોગ્ય સચિવ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 20 જાન્યુઆરી 2022          

Join Our WhatsApp Community

ગુરૂવાર  

ભારતમાં ફરી એકવાર કોરોના મહામારીએ જોર પકડ્યું છે. કોરોનાના અને ઓમીક્રોન વેરિયન્ટના કેસ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના કેસની સંખ્યા 3 લાખની ઉપર જતી રહી છે. આ સાથે દેશમાં છેલ્લા આઠ મહિનામાં સૌથી વધુ કેસ નોંધાયા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સ કરીને દેશમાં કોરોનાની સ્થિતિ વિશે જાણકારી આપી છે. સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે છેલ્લા એક સપ્તાહમાં દરરોજ લગભગ 2,71,000 કેસ નોંધાઈ રહ્યા છે. તેમજ હાલ દેશમાં સકારાત્મકતા દર 16% છે. છેલ્લા 24 કલાકમાં 3,17,000 કેસ નોંધાયા હતા, જ્યારે 1 જાન્યુઆરીએ માત્ર 22,000 કેસ નોંધાયા હતા. ભારતમાં હાલમાં લગભગ 19 લાખ સક્રિય કેસ છે. સારી વાત એ છે કે દેશમાં કોરોનાની  બીજી લહેરની તુલનામાં, ત્રીજી લહેરમાં સક્રિય કેસોની તુલનામાં મૃત્યુની સંખ્યામાં ઘણો ઘટાડો થયો છે. આ મોટે ભાગે એટલા માટે છે કારણ કે બીજી લહેર દરમિયાન રસીકરણ કરાયેલ વસ્તી માત્ર 2% હતી, જ્યારે ત્રીજી લહેર દરમિયાન રસીકરણ કરાયેલ વસ્તી 72% છે.

કોરોનાની સાથે દેશમાં રસીકરણની ગતિ પણ વધી, આજે આંકડો આટલા કરોડને પાર પહોંચ્યો; જાણો અત્યાર સુધીમાં કેટલા ટકા લોકો થયા ફૂલી વેક્સીનેટેડ

સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે છેલ્લા 4 દિવસમાં દૈનિક કોવિડ ટેસ્ટમાં સતત વધારો કરવામાં આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં લગભગ 19 લાખ ટેસ્ટ કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્રમાં સાપ્તાહિક હકારાત્મકતા દર 2 ટકાથી વધીને 22 ટકા થયો છે. કર્ણાટકમાં 4 અઠવાડિયા પહેલા સકારાત્મકતા 0.5 ટકા હતી જે હવે 15 ટકા થઈ ગઈ છે. 

રાજેશ ભૂષણે કહ્યું કે, દેશમાં 11 રાજ્યો એવા છે જ્યાં 50 હજારથી વધુ એક્ટિવ કેસ છે, 13 રાજ્યોમાં 10થી 50 હજાર એક્ટિવ કેસ છે. મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ, કેરળ, પશ્ચિમ બંગાળ, યુપી, ગુજરાત, ઓડિશા, દિલ્હી અને રાજસ્થાન સક્રિય કેસોની દ્રષ્ટિએ ટોચના 10 રાજ્યોમાં સામેલ છે. મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ, કેરળ, દિલ્હી અને ઉત્તર પ્રદેશ 'ચિંતાનાં રાજ્યો'માં સામેલ છે. અમે આ રાજ્યોમાં કેન્દ્રીય આરોગ્ય ટીમો મોકલી છે અને પરિસ્થિતિની સતત સમીક્ષા કરી રહ્યા છીએ.

વિશ્વમાં કોરોનનો ઉલ્લેખ કરતા કહ્યું કે વિશ્વ હાલમાં કોવિડની ચોથી લહેરનો સામનો કરી રહ્યું છે, છેલ્લા 1 અઠવાડિયામાં દરરોજ 29 લાખ કેસ નોંધાયા છે. છેલ્લા 4 અઠવાડિયામાં આફ્રિકા અને યુરોપમાં કોવિડના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે, પરંતુ એશિયા અને ભારતમાં વધારો થયો છે. છેલ્લા 4 અઠવાડિયામાં વૈશ્વિક બાબતોમાં એશિયાનો હિસ્સો 7.9% થી વધીને 18.4% થયો છે. ભારતમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે.

સ્કૂલનો ઘંટો ફરી વાગશે! મહારાષ્ટ્રમાં આ તારીખથી સ્કૂલો ફરી ખુલશે, એજ્યુકેશન મિનિસ્ટરે કરી જાહેરાત; જાણો વિગત

Nitish Kumar Cabinet: બિહારમાં મંત્રીમંડળની રચના: કયા પક્ષના કેટલા નેતાઓએ શપથ લીધા? નીતિશ સરકારની નવી ટીમના ચહેરા સામે આવ્યા
Nitish Kumar: ઘર, જમીન, ગાડીઓ… નીતિશ કુમાર, સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હાની કુલ સંપત્તિ કેટલી? જાણો કોણ છે વધુ ધનવાન
Al-Falah University: આતંકવાદ સાથે જોડાણ: અલ-ફલાહ યુનિવર્સિટીનો આ વિદ્યાર્થી અમદાવાદ, જયપુર અને ગોરખપુરમાં કરાવી ચૂક્યો છે ધમાકા
Aadhaar Card: આધાર કાર્ડમાં થશે મોટો ફેરફાર? ફોટોકોપીના દુરુપયોગને રોકવા માટે UIDAI નો મોટો નિર્ણય
Exit mobile version