ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 26 ઑગસ્ટ, 2021
ગુરુવાર
ભારતમાં કોરોનાના વધતા જતા કેસ વચ્ચે રસીકરણ અભિયાને એક મહત્વનો પડાવ પાર કર્યો છે.
દેશમાં રસીકરણનો આંકડો 60 કરોડને વટાવી ગયો છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે દેશમાં અત્યાર સુધીમાં કોરોના રસીના 60,38,46,475 કરોડ ડોઝ લાગી ચૂક્યા છે.
ખાસ વાત એ છે કે ભારતે માત્ર 19 દિવસમાં 10 કરોડ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે.
દેશના આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ એક ટ્વીટ દ્વારા આ માહિતી આપી છે.
ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોના સામે રસીકરણ અભિયાન આ વર્ષે 16 જાન્યુઆરીથી શરૂ થયું હતું.
કમાલ છે! અંધેરી-ઘાટકોપર લિન્ક રોડ પર ચાર વર્ષમાં જ પડી તિરાડો, VJTI આપશે ટેક્નિકલ સલાહ; જાણો વિગત
