કોરોના વાયરસ રસીકરણ માટે બીજુ ડ્રાય રન દેશના તમામ જિલ્લામાં આવતીકાલે એટલે કે 8 જાન્યુઆરીના રોજ થશે.
આ ડ્રાય રનમાં રસીકરણ કાર્યક્રમ માટે તૈયાર કરાયેલ કો-વિન એપ્લિકેશન રસીકરણ સમયે કેવી રીતે કામ કરે છે તેની પણ તપાસ થશે.
ઉલ્લેખનીય છે કે ગત શનિવારે બધાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશના 125 જિલ્લાઓમાં રસી માટે ડ્રાય રન કરવામાં આવ્યું હતું.