247
Join Our WhatsApp Community
દેશમાં ફરી એકવાર કોરોના કેસ વધી રહ્યા છે. દરમિયાન, કેન્દ્ર સરકારે કોરોના રસીકરણ અભિયાનને ઝડપી બનાવવાનો નિર્ણય લીધો છે.
1લી માર્ચથી 60 વર્ષથી વધુ ઉંમરના લોકો અને 45 વર્ષના ઉપરના એવા લોકો જે ગંભીર બિમારી સામે લડી રહ્યા છે, તેમને કોરોનાની રસી આપવામાં આવશે. આ દેશમાં રસીકરણનો બીજો ફેઝ હશે.
10 હજાર સરકારી કેન્દ્રો પર અને અંદાજે 20 હજારથી વધુ ખાનગી હોસ્પિટલોમાં આ રસી લગાવવામાં આવશે.
પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે જે 10 હજાર સરકારી કેન્દ્રો પર જઇ રસી લેશે, તેમને મફતમાં રસી લગાવવામાં આવશે અને જે ખાનગી હોસ્પિટલમાં લગાવશે તેમને કિંમત ચુકવવી પડશે. ફી કેટલી હશે, તે અંગે સ્વાસ્થ્ય વિભાગ બે ત્રણ દિવસમાં જાહેરાત કરશે..
You Might Be Interested In