ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,10 જાન્યુઆરી 2022
સોમવાર
દક્ષિણ આફ્રિકામાંથી મળી આવેલા કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોને ભારતમાં જોર પકડ્યું છે. દેશના ૨૭ રાજ્યોમાં પોતાનો પગપેસારો કર્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં નવા વેરિઅન્ટ ઓમિક્રોનથી કોરોના સંક્રમિત 4033 કેસ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 1552 દર્દીઓ સાજા થયા છે.
હાલમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાંથી આવી રહ્યા છે. રિપોર્ટ અનુસાર મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1216 કેસ નોંધાયા છે. તો, સૂચિ અનુસાર, રાજસ્થાનમાં બીજા સ્થાને છે, જ્યાં રાજસ્થાનમાં છેલ્લા 24 કલાકમાં 529 કેસ નોંધાયા છે. તો રાજધાની દિલ્લીમાં ઓમિક્રોનના 513 કેસ હતા અને આ સૂચિ અનુસાર,તે ઓમિક્રોન સંક્રમિત ત્રીજી સૌથી વધુ સંખ્યા ધરાવતું રાજ્ય બની ગયું છે.
સલામ છે ભારતીય સેનાના જવાનોને! ભારે હિમવર્ષા વચ્ચે ગર્ભવતી મહિલાને જવાનો પગપાળા હોસ્પિટલ લઈ ગ્યાં..જુઓ વિડીયો
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના 1,79,729 નવા કેસ નોંધાયા છે જ્યારે 146 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ સાથે દેશમાં કોરોનાના કુલ કેસ વધીને 3 કરોડ 57 લાખ 7 હજાર 727 થઈ ગયા છે. જ્યારે, આ રોગચાળાને કારણે અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 4 લાખ 83 હજાર 936 થઈ ગયો છે. કોરોનાના નવા કેસ બાદ હવે સક્રિય કેસની સંખ્યા વધીને 7 લાખ 23 હજાર 619 થઈ ગઈ છે. જો કે, અત્યાર સુધીમાં 3 કરોડ 45 લાખ 172 લોકો કોરોનાથી સાજા થયા છે.
